મોરબીમાં તાત્કાલિક લોહી માટે આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ સક્રિય
ટંકારાના લજાઈ પાસે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE









ટંકારાના લજાઈ પાસે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ગામથી હડમતીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર તળાવમાં નાહવા પડેલો યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી અને પાણીમાં ડૂબેલા યુવકની લાશને બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવતા લજાઈ ગામથી હડમતીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર પાણીના તળાવમાં યુવાન ડૂબી ગયો હોવા અંગેની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયર વિભાગના સલિમભાઈ નોબે સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તળાવની અંદર ડૂબી ગયેલા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ યુવાનની લાશને પાણીની અંદરથી બહાર કાઢવામાં આવી હતી અને તે યુવાનનું નામ અનિલકુમાર જે. પટેલ રહે, મૂળ એમપી વાળો હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે
