મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

ટંકારામાં મહિલાને ફોટો-વિડીયો વાઇરલ કરવાની ધમકી આપનાર નિવૃત આર્મીમેનના મોરબીની સેસન્સ કોર્ટે આગોતરા મંજૂર કર્યા


SHARE













ટંકારામાં મહિલાને ફોટો-વિડીયો વાઇરલ કરવાની ધમકી આપનાર નિવૃત આર્મીમેનના મોરબીની સેસન્સ કોર્ટે આગોતરા મંજૂર કર્યા

મોરબીની સેસન્સ કોર્ટ દ્રારા માજી આર્મીમેન શીવાજી યશવંત પાટીલનો ટંકારા પોલીસ સ્ટેશનના આઈ.પી.સી કલમ ૩૫૪ (ડી), ૫૦૪, ૫૦૬ (૨) તથા આઈ.ટી એકટની કલમ ૬૭ એ મુજબના ગુનામાં આગોતરા જામીન પર છુટકારો થયો છે

ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ પોતાની સાથે પોતાના પત્નીને સારી નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસ કેળવી અવારનવાર ફરિયાદીની મરજી વિરુદ્ધ તથા રૂબરૂ વાતચીત કરી હેરાન પરેશાન કરી ફરીયાદી સાથે વ્યકતીગત વાર્તાલાપ વધારવા તથા તેની સાથે સબંધ રાખવા મોબાઈલ ફોનથી પીછો કરી ફરીયાદીને તથા ફરીયાદીના પતીના મોબાઈલમાં આરોપીએ પોતાના મોબાઈલ ઉપરથી વિડીયો મોકલી વાયરલ કરી અને વધુ વાયરલ કરવાની ધમકી આપી ગુનો કર્યો હોવાની ફરિયાદ કરી હતી જેમાં ટંકારા પોલીસે ગુનો નોંધ્યો હતો આ કેસમાં આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા મારફતે આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરેલ હતી અને તેને દલીલ કરીને જણાવેલ કે આરોપીએ આવો કોઈ ગુનો કરેલ નથી, પોતે નીવૃત આર્મીમેન છે

આરોપીએ કોઈ બળજબરી પુર્વકનું કૃત્ય કરેલ નથી, આરોપીએ કોઈ ચેટ વાયરલ કરેલ નથી, આરોપીએ સબંધનો કોઈ દુરઉપયોગ કરેલ નથી, પોતે માહારાષ્ટ્રના કાયમી રહેવાશી છે કયાય નાશીભાગી જાય તેમ નથી તેમજ સુપ્રીમ કોર્ટના STDDHARM SALTINGAP MHETRE VE STATE OF MAHARASTRA 2001 માં જણાવેલ ચુકાદા ૨જુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ તેમજ વધુમાં દલીલ કરેલ કે આ ગુનામાં આરોપીની ધરપકડ કરવી જરુરી નથી અને આરોપી તપાસમાં સહકાર આપવા માટે તૈયાર છે બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપ અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને ૧૫,૦૦૦ ના આગોતરા જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી ત૨ફેથી મોરબીના ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, દેવજી વાઘેલા, જીતેન અગેચાણીયા, મોનીકા ગોલતર, હીતેશ પરમાર, સાગર પટેલ અને દીવ્યા સીતાપરા રોકાયેલા હતા.






Latest News