મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

લો બોલો ભાવ વધારાની અટકળો વચ્ચે હવે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસે ગુજરાત ગેસ કંપનીએ વપરાશના ડેટા માંગ્યા !


SHARE









લો બોલો ભાવ વધારાની અટકળો વચ્ચે હવે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસે ગુજરાત ગેસ કંપનીએ વપરાશના ડેટા માંગ્યા !

મોરબીમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે નેચરલ ગેસના ભાવમાં કમર તોડ ભાવ વધારો આવશે તે નિશ્ચિત જ છે જો કે, કેટલો ભાવ વધારો આવશે તેને લઈને હજુ સુધી ગેસ કંપની દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી કરીને ઉદ્યોગકારો થી લઈને વેપારીઓ સહિતના મુઝવણમાં મુકાઇ ગયા છે તેવામાં ગેસ કંપની દ્વારા ભાવ વધારાની સ્પષ્ટતા કરવાના બદલે હાલમાં ઉદ્યોગકારોને પત્ર લખીને તેઓના ગેસ વપરાશના ડેટા માંગવામાં આવ્યા છે જેથી કરીને હાલમાં ઉદ્યોગકારોને નવા ઓર્ડર લેવા કે નહીં, કારખાના ચાલુ રાખવા કે નહીં તેવા અનેક પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધની અસર દુનિયાના તમામ દેશો પર વધતા ઓછા પ્રમાણમાં જોવા મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ યુદ્ધની અસર મોરબીના સિરામિક ઉદ્યોગને પણ બહુ મોટી થવાની છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી હાલમાં મોરબીમાં નેચરલ ગેસના ઉપયોગથી ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે જોકે નેચરલ ગેસના ભાવ અત્યારે જ ઉદ્યોગ ઑક્સીજન ઉપર આવી જાય તેવા  છે અને હજુ પણ તોતિંગ ભાવ વધારો ૧લી એપ્રિલથી થાય તેવી શક્યતાઓ છે ત્યારે ગેસ કંપનીના અધિકારીઓની સાથે અહીના ઉદ્યોગકારો મિટિંગો કરી રહ્યા છે અને કેટલો ભાવ વધારો આવે તેમ છે તેની અગાઉથી જાણ કરવામાં આવે તેના માટેની મથામણ કરવામાં આવી રહી છે જો કે, ભાવ વધારા અંગેની સ્પષ્ટતા કરવાના બદલે હાલમાં ઉદ્યોગકારો પાસેથી ગેસના વપરાશનો ડેટા ગેસ કંપની દ્વારા પત્ર લખીને માંગવામાં આવ્યો છે

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો સાથે ઘણી મિટિંગ છેલ્લા દિવસોમાં કરવામાં આવી છે અને એમજીઓ કરવાનો સમય આવે તે પહેલા ભાવ વધારો કેટલો થશે તેની સ્પષ્ટતા કરવા માટે સિરામિક એસો.ના આગેવાનો કહી રહ્યા છે જો કે, આગામી ૧લી એપ્રિલથી નેચરલ ગેસના ભાવમાં કેટલો વધારો થશે તેની કોઈ ચોખવટ ગેસ કંપનીએ હજુ સુધી કરેલ નથી અને આ ભાવ વધારા પછી મોરબીના દરેક કારખાનેદારને મહિને સરેરાશ એક કરોડનું ભારણ વધી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી




Latest News