મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોગ્રેસની કારોબારીમાં નવા હોદેદારોની વરણી કરીને લોક ઉપયોગી ઠરાવો કરવામાં આવ્યા


SHARE











મોરબી જિલ્લા કોગ્રેસની કારોબારીમાં નવા હોદેદારોની વરણી કરીને લોક ઉપયોગી ઠરાવો કરવામાં આવ્યા

મોરબીમાં આવેલ ઉમા રિસોર્ટ ખાતે મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા કોગ્રસ પ્રભારી કર્ણદેવસિહ જાડેજા અને જિલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે ગુજરાતની ભાજપ સરકારથી પ્રજા  મોઘવારીને કારણે પરેશાન છે ત્યારે પ્રજાને મોઘવારીમાંથી મુક્તિ મળેગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થતિ કથળી ગયેલ છે ત્યારે લો ઓર્ડર કડક બનાવે અને મોરબી જિલ્લામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બજેટમાં ૫૦૦ કરોડ ફાળવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતોમોરબી જિલ્લાના ખેડૂતોને પાક માટે સમયસર પાણી અને વીજળી મળી રહે તે માટે સરકારમાં રજૂઆત  કરવાનો ઠરાવ કરેલ હતો

તેમજ મોરબી નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટ સામે પ્રજાલક્ષી કાર્ય કરવાનો પણ ઠરાવ પસાર કરેલ હતો મોરબી જિલ્લાના નાના અને મઘ્યમ ઉધોગો માટે સરકાર વિશેષ રાહત આપે અને વધતા ફ્યુલના ભાવ કાબુમા રાખવા પણ ઠરાવ કરેલ હતો અને કોગ્રેસના તમામ આગેવાનોકાર્યકરોએ પ્રજામાં રૂબરૂ જઈને કોંગ્રેસ સદસ્ય બનાવવા ડિજિટલ મેમ્બર શિપ અભિયાન તેજ કરવા કાર્યકરોને સલાહ આપી હતી અને આવતી વિધાનસભામાં મોરબી જિલ્લામાં આવતી બધી સીટો કોંગ્રેસ જીતે તેવું આહવહાન જયંતીભાઈ પટેલએ કર્યું હતું અને તનમનધન થી સહકાર આપી ચુંટણી જીતવા આહવહન કર્યું હતું. મોરબી જિલ્લા કોંગ્રેસના આશરે ૩૭૫ વ્યક્તિને હોદા અર્પણ કરેલ હતા ત્યારે બહોળી સંખ્યામાં કાર્યકર ભાઈઓ અને બહેનો ઉપસ્થીત રહેલ હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ, મોરબી શહેર કોંગ્રેસ,  મોરબી તાલુકા કોંગ્રેસહળવદ તાલુકા કોંગ્રેસ, ટંકારા તાલુકા કોંગ્રેસમાળીયા તાલુકા કોંગ્રેસ અને માળિયા શહેર કોગ્રેસ તેમજ જિલ્લા, શહેર અને તાલુકા મહિલા કોગ્રેસના પ્રમુખ અને દરેક સેલ ફન્ટલના પ્રમુખ સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News