મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ભાજપના મેડિકલ સેલ દ્વારા યોજાયેલ ઓરલ હેલ્થ એન્ડ ડેન્ટલ ચેકઅપ કેમ્પનો ૩૫૦ દર્દીઓએ લાભ લીધો


SHARE







મોરબી જિલ્લામાં ભાજપના મેડિકલ સેલ દ્વારા યોજાયેલ ઓરલ હેલ્થ એન્ડ ડેન્ટલ ચેકઅપ કેમ્પનો ૩૫૦ દર્દીઓએ લાભ લીધો

મોરબીમાં ભાજપના યુવા મોરચાના સહયોગથી ઓરલ હેલ્થ-ડે હોવાથી ભાજપના મેડિકલ સેલ નિઃશુલ્ક ઓરલ કેન્સર ડિટેક્શન તથા સંપૂર્ણ ઓરલ હાઇજીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઘણા દર્દીઓએ લાભ લીધો હતો

ભાજપ દ્વારા સેવા હી સંગઠનના મંત્ર સાથે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે કાર્યો કરવામાં આવે છે. તે તા ૨૦ ના રોજ ઓરલ હેલ્થ-ડેની ઉજવણી માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલની પ્રેરણા અને પ્રોત્સાહનથી મોરબી જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ ઓરલ હેલ્થ ચેકઅપ અને ઓરલ કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પ ૯:૩૦ થી ૧૨ વાગ્યા સુધી જુદા-જુદા સ્થળો પર યોજાયો હતો જેમાં ડો.હિતેશ પટેલ (ઓમ હોસ્પિટલ સાવસર પ્લોટ મોરબી), ડૉ.અલ્પેશ ફેફર (રાધે હોસ્પિટલ મહેશ હોટલ સામે શનાલા રોડ મોરબી), ડો મિલન ઉઘરજા (એડવાન્સ્ડ ડેન્ટલ ક્લિનિક કન્યા છાત્રાલય રોડ મોરબી), ડૉ.ચિંતન પટેલ (બંધુ સમાજ હોસ્પિટલ પ્રતાપ રોડ વાંકાનેર), ડૉ.પરેશ પરમાર (સ્મિત ડેન્ટલ ક્લિનિક રેલ્વે સ્ટેશન રોડ હળવદ), ડૉ.ચંદ્રકાંત પટેલ (સદંત ડેન્ટલ ક્લિનિક લક્ષ્મીનારાયણ ચેમ્બર ટંકારા), ડૉ.મનીષ અઘારા (આસ્થા ડેન્ટલ ક્લિનિક માળીયા હાઇ-વે પીપલિયા ચાર રસ્તા) સેવા આપી હતી

આ કેમ્પનો ૩૫૦ જેટલા જરુરીયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો અને જો કોઇ દર્દીની જરુર હશે તો વધારે સારવાર રાજકોટ કે અમદાવાદમાં નિ:શુલ્ક કરવામાં આવે તેવું પણ આયોજન કરાયું હતું  આ કેમ્પને સફળ બનાવવા મોરબી જીલ્લામાં મેડિકલ સેલના સંયોજક ડો. વિજય ગઢિયા, સહ સંયોજક ડો. હિતેષ પટેલ, ડો. મિલન મકરાણા, ડો. જીગ્નેશ દેલવાડિયા, ડો. પ્રદિપ ભલગામડિયા, ડો. ધર્મેશ ગામી, ડો. મયુર કંઝારિયા અને ડો. શૈલેશ ભાલોડિયા તથા સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને મોરબી જીલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલ ઘોડાસરા તથા મહામંત્રી તપન દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવસ્થા જિલ્લાના તમામ કાર્યકર્તાઑ દ્વારા પૂરી પાડવામાં આવી હતી






Latest News