મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના હરીપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









મોરબીના હરીપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી નજીકના હરીપર ગામ પાસે આવેલ કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન બાજુમાંથી પસાર થતી કેનાલમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે અકસ્માતે કેનાલના પાણીમાં ડૂબી જવાથી આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના હરીપર ગામ પાસે આવેલી એલિકા પેપર મિલમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રોહિતભાઈ ફૂલચંદભાઈ કેવટ (ઉંમર ૧૯) નામનો યુવાન ગઇકાલે બપોરના સાડા અગિયાર વાગ્યાના અરસામાં હરીપર ગામ પાસે એલિકા પેપરમીલ નજીકથી પસાર થતી કેનાલમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે રોહિતભાઈ કેવટનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ પાણીમાંથી તેના મૃતદેહને બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં આ બનાવની નોંધ કરીને આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.આર. ગામેતી ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના અમરેલી ગામનો રહેવાસી સચિન પ્રવીણભાઇ પરમાર નામનો ૨૨ વર્ષીય યુવાન પોતાના ગામ જતો હતો ત્યારે રસ્તામાં ગણેશનગર પાસે તેના બાઇકને કોઈ ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત સચિન પરમારને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.




Latest News