વાંકાનેરના મહિલા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે  વાંકાનેરમાંથી ચોરી કરેલ સ્કૂટર સાથે રાજકોટનો શખ્સ પકડાયો મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જૈન જાગૃતિ સેન્ટરની લેડીઝ વિંગ દ્વારા ધમાચકડી-૨૦૨૨ કાર્યક્રમ યોજાયો


SHARE













નાના બાળકોથી લઇને મોટી ઉંમરના બહેનો સુધીનાઓએ શેરી રમતોનો આનંદ માણ્યો

મોરબીના જૈન જાગૃતિ સેન્ટરની લેડીઝ વિંગ દ્વારા ધમાચકડી-૨૦૨૨ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં જૈન સમાજના બાળકો તેમજ મોટી ઉમરના જૈન બહેનોએ પણ કાર્યક્રમમાં હોંશે હોંશે ભાગ લીધો હતો અને નાનપણમાં રમાતી શેરી રમતો કે જે આજે વિસરાઈ રહી છે તેની મજા માણી હતી. તમામ વિજેતાઓને સોના-ચાંદીની વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી.આ તકે કાર્યક્રમ દરમિયાન જલ્પાબેન શેઠ દ્વારા આકર્ષક રીતે યોગા અને પૂજાબેન શાહે ઝુમ્બા કરાવીને કાર્યક્રમમાં આવેલા લોકોને તે પ્રત્યે પણ રૂચિ કેળવવા જણાવ્યું હતું.

આ તકે આમંત્રણને માન આપીને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ તેમના ધર્મપત્ની જોત્સનાબેન સાથે હાજરી આપી હતી અને કાર્યક્રમના વિજેતાઓને તેમના હાથે ઇનામ આપવામાં આવ્યા હતા.તેઓએ જણાવ્યુ હતુ કે કોઈને કોઈ રીતે કોઈને કોઈ સેવા કાર્યોમાં રચ્યા-પચ્યા રહેવુ જોઇએ જેનું સારૂ ફળ ભગવાન સમય આવ્યે આપે જ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિટીના ખ્યાતીબેન શેઠ, દિનાબેન સુતરિયા, નિતાબેન દોશી, અમીબેન પારેખ, શીતલબેન પારેખ, દ્રષ્ટિબેન દેસાઈ, પ્રિયલબેન મહેતા, શ્વેતાબેન ખંડોર અને ધારાબેન જોશી સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News