વાંકાનેરમાં ભાજપ દ્વારા ચકલીના માળાનું વિતરણ: કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો
SHARE
વાંકાનેરમાં ભાજપ દ્વારા ચકલીના માળાનું વિતરણ: કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) ગઇકાલે વિશ્વ ચકલી દિવસે સેવા ગ્રુપ દ્વારા ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર ભાજપ અગ્રણી અને મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજી ઝાલા હાજર રહયા હતા અને સેવા ગ્રુપની ટીમને પ્રોત્સાહિત કરી હતી અને વાંકાનેર શહેર સંગઠન, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ, ભાજપ યુવા મોરચા પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ તેમજ હોદ્દેદારો અનુસૂચિત જાતિ મોરચાના હોદેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગઇકાલે બંધુ સમાજ હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા નિશુલ્ક કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પણ મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજી હાજર રહ્યા હતા અને આ કેમ્પનો વાંકાનેરમાં ઘણા દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં ડોક્ટર પ્રદીપ એન. ભલગામડીયા તેમજ ડોક્ટર ચિંતન પટેલે સેવા આપી હતી અને અને આ કેમ્પને સફળ બનાવવા માટે યુવા ભાજપ મોરચાની ટીમે સહકાર આપ્યો હતો તેવું મીડિયા સેલના ઇન્ચાર્જે માહિતી આપતા જણાવ્યુ છે