મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં મજાક મસ્તી દરમિયાન ગાળો આપતા શખ્સને ગાળો આપવાની ના પાડતાં છરી વડે હુમલો


SHARE















મોરબીમાં મજાક મસ્તી દરમિયાન ગાળો આપતા શખ્સને ગાળો આપવાની ના પાડતાં છરી વડે હુમલો

મોરબીના વાવડી રોડ ઉપર મિલનપાર્ક નજીક ગતરાત્રિ દરમિયાન સગીર વયના બે યુવાન મિત્રો અન્ય મિત્રો સાથે હતા તે દરમિયાન એક યુવકે બીજા યુવકને મજાક મસ્તી દરમિયાન ગાળો આપતા યુવાને ગાળો આપવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ જઈને બીજા ઇસમે તેની પાસે રહેલ છરી વડે યુવાનને છાતીના ભાગે ઘા ઝીંકી દેતા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ તેણે ફરિયાદ નોંધાવતા હાલમાં એ ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના લાતી પ્લોટ વિસ્તારના જોન્સનગર નજીક આવેલ લુક્સ ફર્નિચરની પાસે રહેતો ઈરફાન યાસીનભાઇ કટિયા નામનો ૧૬ વર્ષીય યુવાન મોરબીના વાવડી રોડ ઉપર મિલનપાર્ક પાસે ક્રિષ્ના પાન નજીક હતો અને ત્યાં તેની સાથે તેનો મિત્ર સાહિલ રફીક સેડાત (૧૬) રહે.મહેન્દ્રપરા શેરી નંબર ૧૪ વાળો તથા અન્ય મિત્રો હતા તે દરમિયાનમાં મજાક મસ્તી ચાલતી હતી અને તે દરમ્યાન સાહીલ સેડાતે ઈરફાન કટિયાની મજાક મસ્તી કરીને ગાળો આપી હતી.જેથી ઈરફાને ગાળો આપવાની ના પાડતાં સાહીલે ઝઘડો કર્યા બાદ ઉશ્કેરાઈ જઈને પોતાની પાસે રહેલી છરી વડે ઇરફાનના છાતીના જમણા ભાગે છરીનો ઘા ઝીંકી દેતા ફેફસાંનાં ભાગે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ઈરફાન કટીયાને શહેરની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.સારવાર લીધા બાદ ઈરફાન કટીયાએ ઉપરોકત બનાવ અંગે સાહિલ રફીક સેડાત નામના યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ એ ડિવિઝન પીએસઆઈ એ.એ.જાડેજાએ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે શહેરમાં ગુનેગારોને પોલીસનો લેશમાત્ર ભય જ ન હોય તેમ નજીવી વાતે જીવલેણ હુમલા થાય છે..! ત્યારે સમયાંતરે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને અંગજડતીઓ લઈને છરી સહિતના જીવલેણ હથિયારો સાથે રખડતા ઇસમોને ઝડપી લેવા જોઇએ તેવી લોક માંગ ઉઠી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

માળીયા મિંયાણા તાલુકાના સરવડ ગામે રહેતો નિલેશ અંબારામભાઈ પારઘી નામનો ૪૦ વર્ષીય યુવાન ઘરેથી ગામમાં બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા નિલેશ પારઘીને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે હળવદમાં રહેતા છગનભાઇ લાલજીભાઈ વિડજા નામના ૬૦ વર્ષિય આધેડ મોટરસાયકલ લઈને ઘાટીલાથી કુંભારિયા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત થયેલા છગનભાઈ વિડજાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ પટેલ વાડી પાસે રહેતો સંદિપ પ્રવીણભાઈ ડાભી નામનો ૧૦ વર્ષીય બાળક પટેલવાડી નજીકથી સાયકલ લઈને જતો હતો તે દરમિયાન તે સાયકલમાંથી પડી જતા ઈજાગ્રસ્ત થયેલા સંદીપ ડાભીને પણ સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.






Latest News