મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ઇતિહાસમાં દેશી દારૂની સૌથી મોટી રેડ : ૨૨૫૦ લીટર દેશીદારૂ સાથે એક પકડાયો, ચારની શોધખોળ


SHARE















મોરબી જિલ્લાના ઇતિહાસમાં દેશી દારૂની સૌથી મોટી રેડ : ૨૨૫૦ લીટર દેશીદારૂ સાથે એક પકડાયો, ચારની શોધખોળ

મોરબી તાલુકા પોલીસ મથકના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગત રાત્રિ દરમિયાન લાલપર ગામ નજીકથી ટ્રેક્ટર પકડવામાં આવ્યું હતું અને તે ટ્રેકટરની પાછળ પાણીના ટાંકો(ટેન્કર) હોય અને તેની અંદર અધધધ કહી શકાય તેટલો એટલે કે ૨૨૫૦ લિટર દેશી દારૂ પકડાયો હતો.મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી સંભવતઃ સૌપ્રથમ વખત એકી સાથે આટલી મોટી માત્રામાં દેશીદારૂનો જથ્થો પકડાયો છે.અગાઉ પણ આપણે જણાવતા હતા તે પ્રમાણે મોરબી જિલ્લામાં ચોટીલા, થાન, સુરેન્દ્રનગર, માળીયાના નવાગામ અને રાજકોટ સહિતના વિસ્તારોમાંથી ભારે મોટી માત્રામાં દેશી દારૂ મોરબીમાં ઠાલવવામાં આવે છે તે વાતને સમર્થન મળ્યું છે અને જિલ્લામાં દેશીદારૂની સૌથી મોટી રેડ કહી શકાય તે રીતે દેશી દારૂના જંગી જથ્થા સાથે હાલમાં એક ઈસમને પકડી પાડીને રૂપિયા ૪૫ હજારની કિંમતના દેશી દારૂ તેમજ ટ્રેક્ટર અને મોબાઈલ મળીને રૂા.૨.૫૦ લાખની મતા સાથે એકને પકડી ચાર ઈસમોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામ પાસે સિમ વિસ્તારમાં હાઇવે ઉપર આવેલ શૈલેષ વે બ્રિજ પાસે ગત મોડી રાતના વોચ ગોઠવવામાં આવી હતી.કારણ કે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીને બાતમી મળી હતી કે ચોટીલા પંથકમાંથી ટ્રેક્ટરના પાછળ લગાવાયેલા પાણીના ટાંકા જેવા ટેન્કરમાં દેશી દારૂનો મોટો જથ્થો ભરીને મોરબી તરફ આવી રહ્યો છે.તેથી તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી, જગદીશભાઈ ડાંગર, પિયુષભાઇ બકુત્રા, શૈલેષભાઇ પટેલ અને દિનેશભાઇ ડાંગર સહિતના સ્ટાફે લાલપર ગામની સીમમાં આવેલ શૈલેષ વે બ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ નીકળેલ ટ્રેક્ટર કે જેની પાછળ પાણીનું ટેન્કર લગાવવામાં આવ્યુ હતુ તેને અટકાવીને ઉપરથી ખોલીને જોતાં સમગ્ર ટાંકો(ટેન્કર) દેશીદારૂના બાચકાઓથી ભરી દેવાયો હતો..! (યાદ આવી ગયો ને પુષ્પા ફિલ્મનો સિન..!) જેને તાલુકા પોલીસ મથકે લાવીને ઉતારીને ગણતરી કરવામાં આવતાં અધધધ માત્રામાં એટલે કે કુલ ૨૨૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો.મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કદાચ એકી સાથે આટલી મોટી માત્રામાં દેશીદારૂ કદાચ પ્રથમ વખત પકડાયો હશે.હાલમાં રૂપિયા ૪૫ હજારની કિંમતના દેશી દારૂ તેમજ રૂપિયા બે લાખના ટ્રેક્ટર અને પાંચ હજારની કિંમતનો મોબાઈલ એમ કુલ મળીને અઢી લાખની મતા સાથે કલ્પેશ લાખા ચૌહાણ જાતે કોળી (ઉમર ૨૨) રહે.ભિલોડા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરની ધરપકડ કરવામાં આવેલી છે.પોલીસ મથકે કલ્પેશ કોળીની આગવીઢબે પૂછપરછ કરાતાં તેના જણાવ્યા પ્રમાણે જયંતિ દેવસી ચૌહાણ અને ફરીદાબેન જયંતિ ચૌહાણ બંને રહે.પિરોઠા તા.ચોટીલાએ જથ્થો ભરી આપ્યો હતો અને મનસુખ ઉર્ફે મયો કોળી રહે.ત્રાજપર મોરબી-૨ અને જયંતિ કોળી(મોરબી) ને પહોંચાડવાનો હતો હાલ આ ચારના નામ સામે આવ્યા હોય પાંચેય સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.હાલમાં દેશીદારૂના જંગી જથ્થા સાથે મળી આવેલા કલ્પેશ કોળીને પકડીને પોલીસે જયંતિ ચૌહાણ, ફરીદાબેન ચૌહાણ, મનસુખ કોળી અને જયંતિ કોળીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે નોંધનીય છે કે જિલ્લામાં બે હજાર જેટલા નાના-મોટા કારખાનાઓમાં ૫૦ હજારથી વધુ પરપ્રાંતીઓ ૧૨-૧૨ કલાલ કામ કરી રહ્યા છે અને તે મજુરો પૈકીના મોટાભાગના મજુરો ૧૨-૧૨ કલાકની ઢોર મજૂરી કર્યા બાદનો થાક ઉતારવા નશો કરવાની ટેવ ધરાવતા હોય અંગ્રેજી દારૂની જેમ જ જીલ્લામાં મોટી માત્રામાં દેશીદારૂની હેરફેર થાય છે અને તેના માટે માળિયાના નવાગામ સહીતના વાંઢ પંથકમાંથી તેમજ સુરેન્દ્રનગરના ચોટીલા, નાળીયેરી અને થાન પંથકમાંથી તેમજ રાજકોટમાંથી પણ મોરબી જીલ્લામાં ભારે મોટી માત્રામાં દેશી દારૂ ઠાલવવામાં આવે છે તે નરી હકીકત છે.






Latest News