વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીનો મેઘપર-દેરાળા રોડ બનાવવા ખુદ જીલ્લા પંચાયત બાંધકામ વિભાગના ચેરમેને કરવી પડી રજૂઆત..!


SHARE









મોરબીનો મેઘપર-દેરાળા રોડ બનાવવા ખુદ જીલ્લા પંચાયત બાંધકામ વિભાગના ચેરમેને કરવી પડી રજૂઆત..!

મોરબી જિલ્લામાં સરકારી વહીવટી તંત્રમાં ગતિએ કામ થશે તે ખરેખર વિચાર માંગી લે તેવો સવાલ છે.કારણ કે જે તે વિભાગના હોદ્દેદારો દ્વારા જે તે વિભાગના કામ કરાવવા માટે અધિકારીઓ પાસે રજૂઆત કરવી પડે છે અને વરસોવરસ રજૂઆતો કરવા છતાં પણ જે તે સમસ્યાઓના કાયમી નિકાલ થતાં નથી તે હકીકત છે.મોરબીની જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને મોરબીના મેઘપર-દેરાળાનો રોડ બનાવવા માટે જિલ્લા પંચાયતના ડીડીઓને આગેવાનો સાથે રજૂઆત કરી હતી..!

મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયાએ જીલ્લા પંચાયતના અધિકારીઓ સાથે ચર્ચા કરીને અટકેલા કામો તેમજ નવા ચાલુ કામો સારા કરવા માટે સૂચના આપી હતી.તેમજ મેઘપર-દેરાળા રોડ માટે માળિયા તાલુકાના સરપંચો, માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા, જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ તેમજ અન્ય આગેવાનોની સાથે રહીને ડીડીઓને રજૂઆત પણ કરી હતી




Latest News