વાંકાનેર પોલીસની સી ટીમે બાળકીનું તેની માતા સાથે મિલન કરાવ્યુ
SHARE
વાંકાનેર પોલીસની સી ટીમે બાળકીનું તેની માતા સાથે મિલન કરાવ્યુ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરના ધર્મચોક પાસેથી આશરે ૩ વર્ષની બાળકી મળી આવી હતી જેથી તેના વાલીને શોધવા માટે કાવયત શરૂ કરવામાં આવી હતી જો કે, બાળકીના વાલી વારસ ન મળતા પોલીસ સ્ટાફ દ્વારા બાળકીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં રાખવામા આવી હતી અને જો કે, બાળકી તેના માતા-પિતાના નામ કે સરનામા બાબતે કોઈ સ્પષ્ટ રીતે કહેતી ન હતી તેવામાં વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં બાળકીની માતા રહેતી હોવાની માહિતી મળી હતી જેના આધારે તે બાળકીની માતા મોહસીનાબેન મકસુરભાઈ ભોણીયાને બોલાવવામાં આવી હતી અને આમ વાંકાનેર સીટી પોલીસ મથક સી ટીમના ઇન્ચાર્જ એ.એસ.આઈ એચ.ટી. મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, શકતિસિંહ જનકસિંહ જાડેજા તથા રેશ્માબેન મહંમદઈકબાલભાઇએ બાળકીનું તેની માતા સાથે મિલન કરાવ્યુ હતું