વાંકાનેર પોલીસની સી ટીમે બાળકીનું તેની માતા સાથે મિલન કરાવ્યુ
વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત
SHARE
વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી યુવાને પડતુ મૂકીને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો અને બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી યુવાને પડતુ મૂકીને આપઘાત કર્યો હતો જે બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર આવી ગઈ હતી અને મૃતક યુવાન વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા શનિભાઈ વિનુભાઈ દેગામા (૨૫) હોવાનું સામે આવ્યું હતું અને યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો અને બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને કયા કારણોસર યુવાને આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે