મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઊભો રહેવાનુ કહેતા ન રોકાયેલા યુવાનને તેના જ મિત્રએ છરીના ઘા ઝીકયા


SHARE









મોરબીમાં ઊભો રહેવાનુ કહેતા ન રોકાયેલા યુવાનને તેના જ મિત્રએ છરીના ઘા ઝીકયા

મોરબીના વાવડી રોડ ઉપર ક્રિષ્ના પાન વાળી શેરીમાં રહેતા યુવાનને તેના મિત્રએ ઊભા રહેવા માટે કહ્યું હતું ત્યારે યુવાન ઊભો રહ્યો ન હતો જેથી કરીને તે બાબતનો રોષ રાખીને યુવાનના મિત્રોએ તેને ગાળો આપી હતી અને ત્યાર બાદ તેને બીજા શખ્સે પકડી રાખ્યો હતો ત્યારે યુવાનના મિત્રએ તેને માથા, કપાળ, નાક અને ગાળના ભાગે છરી વડે ઇજાઓ કરી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના વાવડી રોડ ઉપર મજાક મસ્તી દરમિયાન મારામારીના બનાવ બન્યો હતો જેમાં ગઈકાલે ઈરફાન યાસીન કટિયાએ સાહિલ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ આ બનાવમાં વળતી ફરિયાદ નોંધાઈ છે જેમાં સાહિલ રફિકભાઈ સેડાત (૧૬) રહે. મહેન્દ્રપરા શેરી નંબર-૧૪ મોરબી વાળાએ જણાવ્યુ છે કે, વાવડી રોડ ઉપર ક્રિષ્ના પાન વાળી શેરીમાંથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના મિત્ર ઈરફાન યાસીન કટિયાએ તેને ઊભો રહેવા માટે કહ્યું હતું જોકે તે ઊભો રહ્યો ન હતો જે બાબતનો રોષ રાખીને ઈરફાન કટિયાએ તેને ગાળો આપી હતી અને તેની સાથે ઝપાઝપી કરી હતી ત્યારે ઇરફાનની સાથે રહેલ રિયાઝ રમજાનભાઈ સોઢાએ તેને પકડી રાખ્યો હતો અને ઈરફાનએ પોતાની પાસે રહેલ છરી વડે માથા, કપાળ, નાક તેમજ ગાલ ઉપર ઇજાઓ કરી હતી માટે સાહિલને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ હાલમાં તેને ફરિયાદ નોંધાવતાં પોલીસે ઈરફાન કટિયા અને રિયાઝ સોઢાની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News