મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર પાસે બે બાઇક અથડાતાં બાળક સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો


SHARE







મોરબીના ધરમપુર પાસે બે બાઇક અથડાતાં બાળક સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો

મોરબીમાં ધરમપુર ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલા બાઇકને સામેથી આવી રહેલા બીજા બાઈકના ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને બાળક સહિત ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી માટે તે ત્રણેયને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં અકસ્માત સર્જનારા બાઇક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં ગ્રીનલેંડ ચોકડી પાસે લાલપરી શેરી નંબર-૩ માં ચામુંડા ડેરી બાજુમાં રહેતા મગનભાઈ વીરજીભાઇ સોલંકી (૪૩) એ હાલમાં બાઇક નંબર જીજે ૩ ડીઇ ૪૧૨૮ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, ધરમપુર ગામના પાટિયા પાસેથી તેઓ દિલીપભાઈ સોલંકીના બાઈકમાં બેસીની પોતાના દીકરા ક્રિષ્ના (૧૦) ને સાથે લઈને જુના સાદુકા ગામથી રાજકોટ તરફ જવા માટે નીકળ્યા હતા ત્યારે તેઓના બાઇક નંબર જીજે ૩ એફપી ૨૯૧૨ ને આરોપી બાઇક ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી મગનભાઈ તેમજ તેના દીકરા ક્રિષ્ના અને દિલીપભાઈને ઇજાઓ થઇ હતી જેમાં ક્રિષ્ના અને દિલીપભાઈને માથામાં ગંભીર ઇજાઓ થયેલ છે જેથી કરીને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં સારવાર લીધા બાદ મગનભાઈ સોલંકીએ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનારા બાઇક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News