મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

જમીન વેંચવી હોય તો અમને જ વેંચજો કહીને વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો: ગુનો નોંધાયો


SHARE









જમીન વેંચવી હોય તો અમને જ વેંચજો કહીને વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો: ગુનો નોંધાયો

વાંકાનેરના જુના વઘાસીયા ગામે રહેતા વૃદ્ધની માલિકીની જમીન વેચવા માટે થઈને તેના જ ગામમાં રહેતા બે શ્ખ્સોએ જમીન વેચવાની હોય તો અમને જ વેંચજો તેવું કહ્યું હતું ત્યારે વૃદ્ધે કહ્યું હતું કે, બજાર કિંમત મુજબ જે ભાવ આપે તેને જમીન આપશું જે આરોપીઑને સારું લાગ્યું ન હતું જેથી તેને વૃદ્ધને ગાળો આપી હતી અને વૃદ્ધ ગાળો આપવાની ના પાડતા તેને ગાલ ઉપર લાફા ઝીકયા હતા અને ગામ છોડીને જતા રહેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ જૂના વઘાસીયા ગામે રહેતા મહંમદભાઈ મીરાજીભાઈ માથકિયા જાતે મોમીન (ઉંમર ૭૦) એ હાલમાં જૂના વઘાસીયા ગામે રહેતા ખેંગારસિંહ હઠીસિંહ ઝાલા અને ભગત ખેંગારસિંહ ઝાલાની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે ચંદ્રપુર લાલા પાસે ફિમેન સબમર્સીબલ પંપ નામની દુકાને આવીને આરોપી ખેંગારસિંહ ઝાલા અને ભગત ઝાલાએ વઘાસીયા ગામની સીમમાં વર્તમાન કારખાનાની સામે તેઓની માલિકીની ૨૬ વીઘા જમીન આવેલી છે તે જમીન વેચવાની હોય તો અમને જ વેંચજો તેવું કહ્યું હતું ત્યારે વૃદ્ધે કહ્યું હતું કે, બજાર કિંમત મુજબ જે ભાવ આપે તેને જમીન આપશું જે આરોપીઑને સારું લાગ્યું ન હતું જેથી તેને વૃદ્ધને ગાળો આપી હતી અને વૃદ્ધ ગાળો આપવાની ના પાડતા તેને જમણા ગાલ ઉપર ગાલ ઉપર લાફા ઝીકયા હતા જેથી વૃદ્ધને કાનમાં ધાક બેસી ગઈ હતી અને તેઓને કાનમાં તેમજ ગાલ ઉપર ઈજા પહોંચાડી હતી અને જમીન વેંચો તો અમને જ વેંચજો નહીં તો ગામ છોડીને જતા રહેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ખેંગારસિંહ હઠીસિંહ ઝાલા અને ભગત ખેંગારસિંહ ઝાલાની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News