મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડની ઘોરખોદી નાખતા સરકરી મેળાઓ બંધ કરવાની માંગ


SHARE







મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડની ઘોરખોદી નાખતા સરકરી મેળાઓ બંધ કરવાની માંગ

મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડમાં દરવર્ષે જુદાજુદા સરકારી મેળાનું આયોજન કરવામાં આવે છે જેથી ત્યાં જુદીજુદી ભારતીયો માટે પ્રેકટીશ કરતાં અને ક્રિકેટ રમતા યુવાનોને હેરાનગતિનો સામનો કરવો પડે છે જેથી સરકારી મેળાના સ્થળને બદલાવવા માટેની અગાઉ પેટા ચૂંટણી સમયે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ હાલમાં એલ.ઇ. ગ્રાઉન્ડમાં જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીનું એક માત્ર એલઇ ગ્રાઉન્ડ યુવા માટે ક્રિકેટ તેમજ આર્મીનેવીએર ફોર્સપોલીસની ભરતી માટે તૈયારી કરવાનું સ્થળ છે તેમજ સિનિયર સિટીજન ચાલવા આવતા હોય છે ત્યારે આ મેદાનમાં મેળા ન કરવા માટે રજૂઆત કરવામાં આવે છે તો પણ તેને ધ્યાને લેવામાં આવતી નથી હાલમાં ત્યાં એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૂરો થતાની સાથે જ આગામી તા ૨૮ થી ફરી પાછો એક મેળો આવી રહ્યો છે જેથી આ મેળાનું સ્થળ બદલાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે






Latest News