મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીની જુદીજુદી બે પેપર મિલોમાં છેલ્લા પાંચ દિવસમાં આગ લાગવાથી કારખાનેદારોને નવ કરોડનું નુકશાન


SHARE







મોરબીની જુદીજુદી બે પેપર મિલોમાં છેલ્લા પાંચ દિવસમાં આગ લાગવાથી કારખાનેદારોને નવ કરોડનું નુકશાન

મોરબી જીલ્લામાં અગાઉ બે પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની ગયેલ છે તો પણ આજ સુધી ફાયરની કોઈ સારી સુવિધા મોરબી જિલ્લા માટે હજુ સુધી કરવામાં આવી નથી તેવામાં મોરબીની આરટીઓ કચેરી પાસે અને  હરિપર ગામ પાસે આવેલ જુદીજુદી બે પેપર મિલોમાં છેલ્લા પાંચ દિવસમાં આગ લાગવાના જુદાજુદા બે બનાવ બનેલ છે જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી જો કે, કારખાનેદારોને કુલ મળીને નવ કરોડ રૂપિયાનું નુકશાન થયેલ છે

મોરબીના ગોર ખીજડિયા ગામ તરફ જવાના રસ્તે નેકસા પેપરમિલમાં રવિવારે રાતે કોઈ કારણોસર આગ લાગી હતી અને વેસ્ટ પેપરના જથ્થામાં આગ લગતા થોડી જ વારમાં આગ આખા સેડમાં ફેલાઈ ગયેલ હતી અને વેસ્ટ પેપરનો મોટો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં વેસ્ટ પેપરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો જે ઘટના સંદર્ભે મોરબીના રવાપર રોડ ઉપર રહેતા કારખાનેદાર વિજય ધરમશી મોરડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકે જાહેરાત કરી હતી કે, તેઓના યુનિટની અંદર વેસ્ટ પેપરના જથ્થામાં આગ લાગી જવાથી આશરે ૨૦૦૦ ટન જેટલો પેપરનો જથ્થો નાશ પામ્યો હતો અને જેથી અંદાજે સાડા ચાર કરોડનું નુકશાન થયું છે

આવી જ રીતે જ થોડા દિવસો પહેલા એટલે કે, ગત તારીખ ૧૭/૩ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં મોરબીની નવા સાદુળકા ગામે આવેલ એરીકોન પેપર મીલમાં આગ લાગી હતી જેની રવાપર રોડ ઉપર આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા કારખાનેદાર અર્જુન અરુણભાઈ સીતાપરા જાતે પટેલ (૨૬)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે કે, તેના યુનિટીની અંદર લાગેલી આગમાં કાચો માલનો આશરે ૧૫૦૦ ટન જથ્થો સળગી જતાં આશરે સાડા ચાર કરોડની નુકસાની થવા પામેલ છે જે અંગે જાણવા જોગ દાખલ કરીને બીટ જમાદાર એમ.એલ. બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News