મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ પોટરીના કવાર્ટરમાં દબાણ કરનાર બે વૃદ્ધા સહિત ચારની ધરપકડ


SHARE







મોરબીમાં પરશુરામ પોટરીના કવાર્ટરમાં દબાણ કરનાર બે વૃદ્ધા સહિત ચારની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરીના લેબર કવાર્ટરમાં વર્ષોથી દબાણ કરીને રહેતા બે વૃદ્ધાની સામે ભોગ બનેલ વૃધ્ધાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને બંને વૃદ્ધા અને તેના દીકરાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ પોટરીમાં રહેતા સવિતાબેન અચ્યુતભાઈ ગણપુલે જાતે મરાઠી બ્રાહ્મણ (ઉંમર ૫૫)એ મોરબી સિટી બી ડીબીઝ્ન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન દેવશીભાઈ સોલંકી તેમજ ખીમીબેન મોતીભાઇ ભંખોડીયા રહે. બંને પરશુરામ પોટરી કવાટર્સ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેઓની માલિકીની મોરબી તાલુકાના ત્રાજપર ગામના સીટી સર્વે નંબર-૨૩૬૦/૨ પૈકીની જમીનમા પરશુરામ પોટરી આવેલ છે અને ત્યાં મજુરોના કવાટર્સ બનાવેલ હોય જે પૈકી મકાન નંબર-૪૩ અને ગૌશાળા વાળી લાઇનમા અન્ય એક મકાનમાં ગેરકાયદેસર કબ્જો તેને આ મહિલાઓએ પચાવી પાડેલ છે અને તેનો વપરાશ કરી રહ્યા છે જેથી પોલીસે ભોગ બનેલા સરિતાબેન અચ્યુતભાઈ ગણપુલેની ફરિયાદ લઈને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં શાંતાબેન દેવશીભાઈ સોલંકી (૮૧) તેમજ ત્રિભુવન દેવશીભાઈ સોલંકી (૪૧) રહે. બંને પરશુરામ પોટરી કવાટર્સ હાલ રહે. સોઓરડી સરકારી શાળા પાસે અને ખીમીબેન મોતીભાઇ ભંખોડીયા (૭૧) તેમજ તુલસીભાઈ મોતીભાઈ ભંખોડીયા (૩૯) રહે. બંને પરશુરામ પોટરી કવાટર્સ હાલ રહે. મ્હેન્દ્રનગર મોરબી વાળાની એએસપી અતુલકુમાર બંસલ અને તેની ટીમે ધરપકડ કરેલ છે






Latest News