મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાએ આપેલ ડોર ટુ ડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો


SHARE









મોરબી પાલિકાએ આપેલ ડોર ટુ ડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો

મોરબી નગરપાલિકા દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોની અંદરથી કચરાના કલેક્શન માટે થઈને ડોર ટુ ડોર કચરા કલેક્શનનો અમદાવાદની એજન્સી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જોકે, એજન્સી દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી ન હોવાના કારણે જુદા જુદા વિસ્તારમાંથી વારંવાર ફરિયાદો ઉઠી રહી હતી જેથી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટરને નગરપાલિકાના જે વાહનો આપવામાં આવેલા છે તેને મૂળ સ્થિતિમાં બે દિવસની અંદર પાલિકાને પરત આપવા માટે કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી છે અને ત્યારબાદ મોરબી નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી કરવામાં આવશે

મોરબી શહેરમાંથી કચરાનું કલેક્શન કરવા માટે અગાઉ અમદાવાદની શ્રીજી એજન્સીને આપવામાં આવ્યો હતો અને તા ૩/૫/૧૮ થી ત્રણ વર્ષ માટે આ એજન્સીને મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી કચરા કલેકશન માટેની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.જે કોન્ટ્રાક્ટ ૩૦/૪/૨૧ ના રોજ પૂરો થતો હતો અને ત્યારબાદ એક વરસ માટે એટલે કે ૩૦/૪/૨૨ સુધી તેનો કોન્ટ્રાક્ટ લંબાવી દેવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા સમયથી કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે શહેરના જુદાજુદા વિસ્તારમાંથી ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી હતી જેથી કરીને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા હાલમાં અમદાવાદની શ્રીજી એજન્સીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે રદ કરવામાં આવ્યો છે અને મોરબી નગરપાલિકાના તમામ વાહનો બે દિવસમાં નગરપાલિકાને પરત આપવા માટે ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી છે ત્યાર બાદ ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી મોરબી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે




Latest News