મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને લાંબા અંતરની ટ્રેનોની ફાળવણી કરવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝની માંગ


SHARE







મોરબી જિલ્લાને લાંબા અંતરની ટ્રેનોની ફાળવણી કરવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝની માંગ

મોરબીમાં સિરામિક સહિતના ઉદ્યોગ આવેલા છે જેથી કરીને રોજગારી માટે  અને ખરીદી માટે દેશના દરેક રાજ્યમાંથી લોકો આવે છે જો કે, મોરબી જિલ્લાને લાંબા અંતરની ટ્રેનોની ફાળવણી કરવામાં આવી નથી જેથી લોકોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ દ્વારા મુંબઈ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરીને મોરબી જિલ્લાને પણ લાંબા અંતરની ટ્રેનોની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

હાલમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝના પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા મુંબઈ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને જે લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીની આસપાસમાં સિરામિક, પેપર મિલ, ઘડિયાળ, રૂફિંગ ટાઇલ્સ સહિતના અનેક ઉદ્યોગ આવેલ છે જેથી અહી રોજગારી માટે અને માલની ખરીદી માટે દેશના દરેક રાજ્યમાંથી લોકો આવે છે ત્યારે લાંબા અંતરની ટ્રેનો ન હોવાથી લોકોને અમદાવાદ કે રાજકોટ ફરીને મોરબી આવવું પડે છે જેથી કરીને મોરબી જિલ્લાને પણ લાંબા અંતરની ટ્રેનો આપવામાં આવે તેવી માંગ કરેલ છે મોરબી દેશમાં ઉદ્યોગની રીતે નંબર વન છે જો કે, રેલવેની સેવાઓમાં પાછળ છે ત્યારે કેટલીક ટ્રેનો ભુજ અને ગાંધીધામ તરફ આવક જાવક કરે છે જો કે, માળીયા (મિયાણા) અને હળવદમાંથી પૂરતો ટ્રાફિક મળતો નથી જો આ ટ્રેનોનું સ્ટોપેજ ધ્યાનમાં લેવાય તો મુસાફરોને ફયાદો અને રેલવેની આવકમાં પણ વધારો થાય તેમ છે

જો ગાંધીધામથી હાવડા વાયા મોરબી, ગાંધીધામથી ગૌહાટી વાયા મોરબી, ગાંધીધામથી ગયા જં. વાયા મોરબી, ગાંધીધામથી દરભંગા વાયા મોરબી, મોરબીથી રાયગઢ, મોરબીથી પુરી અને મોરબીથી મહેસાણા ઇન્ટરસિટી આ સાત ટ્રેનો મોરબીને ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ઓખાથી બનારસ, શાલીમારથી પોરબંદર, ઓખાથી દહેરાદૂન, ઓખાથી ગૌહાટી અને ઓખાથી ગોરખપુર ટ્રેનને વાંકાનેર સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરી છે વાંકાનેર, મોરબી, માળીયામાં બ્રોડ ગેજ લાઇનને ૨૦ વર્ષથી પથરવામાં આવી છે જો કે, હજુ સુધી લાંબા અંતરની ટ્રેનો આપવામાં આવી નથી ત્યારે આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરીને મોરબીને ટ્રેનોની  ફાળવણી કરવામાં આવે તેવી માંગ મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે






Latest News