મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા !: અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ..!


SHARE







મોરબી પાલિકા દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા !: અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ..!

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં ટેનની લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને આ પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી હોવા છતાં પણ પાલિકા દ્વારા તેનો કોઈ યોગ્ય કાયમી નિકાલ કરવામાં આવતો નથી જેથી લોકો હેરાન થઇ રહ્યા છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે

લોકોને પીવાનું તેમજ ઘર વપરાશ માટે શુદ્ધ પાણી મળે તે જોવાની જવાબદારી પાલિકાની હોય છે જો કે, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તે અંગેની પાલિકામાં રજુઆતો કરવામાં આવી છે તો પણ પાલિકાના અધિકારી કે પદાધિકારી દ્વારા લોકોના આરોગ્યને નુકશાન કરે તેવા પ્રશ્નમાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેથી લોકોના નાછૂટકે આરોગ્યને નુકશાન કરે તેવા દૂષિત પાણીનો ઉપયોગ કરવો પડે છે

સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ પછી ડેમમાં નવા પાણીની આવક થાય ત્યાર બાદ થોડા સમય સુધી ડહોળું પાણી મોરબીમાં આવે છે જો કે, હાલમાં ચોમાસું ન હોવા છતાં પણ લોકોને પાલિકા દ્વારા જે પાણી આપવામાં આવે છે તે ડહોળું અને ગટરની ગંદી વાસ આવતું પાણી આવે છે જેથી આ પાણી પીવાના પાણી તરીકે ઉપયોગ કરવાના વાત તો દૂર છે પરંતુ ઘર વપરાશના પાણી તરીકે પણ લોકો ઉપયોગ કરી શકતા નથી માટે દૂષિત પાણીનું વિતરણ બંધ થાય અને લોકોને પીવા અને ઘર વપરાશ માટે શુદ્ધ પાણી મળે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે

ઉલેખનીય છે કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ભરાઈ જાય એટ્લે દૂષિત પાણી આવે છે તે પાલિકાના સતાધીશોને ખબર જ છે તો પણ દૂષિત પાણી ન આવે તે માટે સમયસર ગટરની સફાઈ કરાવવામાં આવતી નથી જેના લીધે લોકોને હેરાન થવું પડે છે અને આ સોસાયટીના લોકોના કહેવા મુજબ મોરબી નજીકના મહાકાય મચ્છુ-૨ ડેમની અંદર હાલમાં પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં પણ પાલિકાના અધિકારી પદાધિકારીએ અને સ્ટાફની અણ આવડતના લીધે દુષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

જો આવી જ રીતે દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવશે તો લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી સ્થાનિક લોકોમાં દહેશત જોવા મળી રહી છે અને આટલું જ નહિ મોરબીના માજી ચીફ ઓફિસર દ્વારા અરૂણોદયનગરમાં અગાઉ પાલિકામાં તે જયારે વહીવટદાર હતા ત્યારે લોકદરબાર ભરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક લોકોએ દૂષિત પાણીનો વર્ષો જુનોન પ્રશ્ન ઉકેલવા માટે કહ્યું હતું અને ત્યારે રાબેતા મુજબ આશ્વાસન આપવામાં આવ્યું હતું જો કે, આજ દિવસ સુધીમાં કામ કરવામાં આવ્યું નથી તે હક્કિત છે






Latest News