મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની જસવંતી સોનાગ્રા બીકોમ સેમ-૩ માં યુનિ. ફર્સ્ટ
મોરબીના લુંટાવદર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા
SHARE









મોરબીના લુંટાવદર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા
મોરબી તાલુકાના લુંટાવદર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલા છ પતાપ્રેમીઓની રોકડા રૂપિયા ૬૮,૮૦૦ સાથે એલસીબીના સ્ટાફ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લુંટાવદર ગામે જૂના પ્લોટ વિસ્તારમાં પાણીના ટાંકા નજીક જાહેરમાં રાત્રીના દશેક વાગ્યાના અરસામાં જુગાર રમાઇ રહ્યો છે.તેવી બાતમી મોરબી એસીબી સ્ટાફના યોગીરાજસિંહ અને રવિરાજસિંહને મળી હતી તેને આધારે ત્યાં સ્ટાફ દ્રારા રેડ કરવામાં આવતા જાહેરમાં જુગાર રમી રહેલ જયંતિ હરજી કાલરીયા પટેલ (૬૦), ધર્મેન્દ્રસિંહ સબળસિંહ જાડેજા (૫૧), રમેશ ખીમજી કાલરીયા (૫૫), હસમુખ ચકુ કાલરીયા (૫૪), નરેન્દ્રગીરી ઉર્ફે નાથુગીરી દેવાગીરી ગૌસ્વામી (૬૪) અને અંબારામ કાનજી કાલરીયા (૫૭) જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય એલસીબીના સ્ટાફ દ્વારા છએયની રોકડા રૂપિયા ૬૮,૮૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના ખાનપર (નેસડા) ગામે રહેતા મોહનભાઈ ગોવિંદભાઈ ભીમાણી જાતે પટેલ નામના ૬૦ વર્ષીય આધેડને મોરબીના સામાકાંઠા આવેલ પીજીવીસીએલ કચેરી નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે મોહનભાઈ બાઈકમાં જતાં હતા ત્યારે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા સર્જાયેલા અકસ્માતમાં તેમને ઈજાઓ પહોંચી હતી.જ્યારે મોરબીના વિજયનગરના રહેવાસી કસ્તુરબેન શાંતિલાલ બાવરવા નામના ૫૫ વર્ષીય મહિલા જાંબુડીયા ગામે રામજી મંદિર નજીકથી બાઈકમાં બેસીને જતા હતા ત્યાં રસ્તામાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત કસ્તુરબેન બાવરવાને પણ સારવારમાં ખસેડાયા હતા.
