ટંકારાના લતિપરનો બનાવ : કાર ધડાકાભેર હાઇવેના વણાંક ઉપર વુક્ષ સાથે અથડાતા ઓટાળાના આશાસ્પદ યુવાનનુ ધટના સ્થળે મોત
SHARE









ટંકારાના લતિપરનો બનાવ : કાર ધડાકાભેર હાઇવેના વણાંક ઉપર વુક્ષ સાથે અથડાતા ઓટાળાના આશાસ્પદ યુવાનનુ ધટના સ્થળે મોત
આઠ માસના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી, ગામ શોકમગ્ન
ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને મોરબીમાં મિસ્ત્રી કામના વ્યવસાય સાથે સંકળાયેલા હાર્દિક દામજીભાઈ દૈસાઈ (ઉ.વ.૨૯) ગતરાત્રીના પરત ઓટાળા ગામે ઘર તરફ જતા હતા તે વખતે ટંકારા-લતીપર રોડ ઉપર પ્રભુચરણ આશ્રમ પહેલાંની ગોળાઈ પાસે તેમણે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર નંબર જીજે ૭ એજી ૭૬૬૪ ધડાકાભેર રોડની સાઈડમાં આવેલ વૃક્ષ સાથે ટકરાતા ગંભીર વાહન અકસ્માત સર્જાયો હતો.જેમા કાર ચાલક હાર્દિક દૈસાઈ નામના આશાસ્પદ યુવાનનુ ધટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.જુવાન પુત્રોના મોતના વાવળ મળતા પરીવાર ઉપર આભ ફાટ્યુ હતું અને આઠ માસના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હોય ઓટાળા ગામ હિબકે ચડયું હતું.
