મોરબીમાં દીપિકા જોશીના નામની ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવીને ગાળો ભાંડનારા સામે ગુનો નોંધાયો
મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા છરીનો ઘા ઝીકયો: સામસામી ફરિયાદ
SHARE









મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા છરીનો ઘા ઝીકયો: સામસામી ફરિયાદ
મોરબીના ૨૫ વારિયામાં રહેતા યુવાને ઉછીના રૂપિયા આપ્યા હતા જે રૂપિયા પરત માંગતા રૂપિયા લેનારે તેની સાથે ઝપાઝપી કરી ગાળો આપી અને તેની પાસે રહેલ છરી યુવાનના નાક ઉપર મારી હતી જેથી હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તો સામાપક્ષેથી પણ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી આગળના ભાગમાં આવેલ ૨૫ વારિયામાં રહેતા પ્યારૂ ડાડુંભાઈ પરમાર જાતે સલાડ (ઉંમર ૩૫)એ હાલમાં ૨૫ વારિયામાં રહેતા સલીમભાઈ સુમરાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે સનાળા ગામ પાસે આવેલ સંગમ વોટર પાર્ક પાસે તે ઊભા હતા ત્યારે તેણે સલીમભાઈને અગાઉ હાથ ઉછીના પૈસા આપેલા હતા જે પૈસાની માગણી કરતા તે બાબતે સલિમભાઈને સારું નહીં લાગતા તેણે ગાળો આપી હતી હતી અને ત્યાર બાદ આરોપી સલીમભાઈએ તેની પાસે રહેલ છરીનો એક ઘા ફરિયાદીને નાકમાં જમણીબાજુ ઉપર માર્યો હતો જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ પ્યારૂ પરમારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે
તો સામાપક્ષેથી સલીમભાઈ ઉર્ફે ડેની હાજીભાઇ સુમરા (૩૫) એ પ્યારૂ સલાટની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને તેઓ સંગમ વોટર પાર્ક પાસે ઊભા હતા ત્યાં આરોપીએ ત્યાં આવીને તેને ગાળો આપી હતી અને ગાળો દેવાની ના કહેતા તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે તેને માથામાં કપાળના ભાગે એક ઘા માર્યો હતો જેથી સલીમભાઈને ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા અને તેમણે હાલમાં પ્યારૂ સલાટ સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે મારા મારીના બનાવમાં સામસામી ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરે છે
