મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના શક્તિપરામા જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા


SHARE











વાંકાનેરના શક્તિપરામા જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

વાંકાનેરના હસનપર શક્તિપરામા જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી ૫૪૧૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સીટીમાં આવતા હસનપર શક્તિપરામા હકુભાઇના ફ્લોર મીલની બાજુમાં જાહેર રસ્તા ઉપર જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઓસ્માણભાઈ ખમીશાભાઈ દાળનટુભાઈ રવજીભાઈ રાતડીયા, પ્રભુભાઈ સામજીભાઈ કુવરિયા, જાનમામદ આદમભાઈ દલ, અશોકભાઈ પ્રવીણભાઈ મેસરીયા, રસિદભાઇ ઇબ્રાહિમભાઈ ચાવડામનસુખભાઈ ભવનભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ રામજીભાઈ બાબરીયા અને રમેશભાઈ સુરાભાઈ બાબરીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૪૧૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા વિકીભાઈ મહેશભાઇ શાહ જાતે વાણીયા (ઉંમર ૨૧) રહે વાઘપરા શેરી નંબર-૨ વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૪૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરેલ છે






Latest News