મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા રાંધણ ગેસના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કરાયો


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા રાંધણ ગેસના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કરાયો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સૂચના અનુસાર ઓલ ઈન્ડિયા ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ અજયસિંઘ યાદવ ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસીના ચેરમેન રાજુભાઈ આહીરની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જીલ્લાના હોદ્દેદારોની સમીક્ષા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાથોસાથ રાંધણ ગેસમાં ૫૦ રૂપિયાનો કમર તોડ વધારો કરવામાં આવતા આમ જનતા ઉપર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસીના ચેરમેન રાજુભાઈ આહીરની આગેવાની હેઠળ સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે જીલ્લા મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ કુંભારવાડિયા, જીલ્લા ઉપપ્રમુખ રાજુભાઇ ભરવાડ, જિલ્લા મંત્રી હિતેશભાઈ કુંભરવાડીયા, જીલ્લા મહામંત્રી મુકેશભાઈ વિગોરા, મંત્રી રહીમભાઈ બુખારી, જીલ્લા મહામંત્રી ગીરીશભાઈ રાઠોડ, જિલ્લા મંત્રી હરજીવનભાઈ પરમાર, શહેર મંત્રી મનસુખ ડાભી, શહેર પ્રમુખ મકવાણા ગણેશભાઇ, હળવદના મહામંત્રી ભરતભાઇ કણજારીયા, જિલ્લા કોંગ્રેસ જનરલ મહામંત્રી રમેશભાઈ જારીયા ઉપસ્થિત રહ્યા હતાં






Latest News