મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પોસ્ટ કર્મીઓ દેશ વ્યાપી હડતાલમાં જોડાશે


SHARE







મોરબી જિલ્લાના પોસ્ટ કર્મીઓ દેશ વ્યાપી હડતાલમાં જોડાશે

આગામી સોમવાર અને મંગળવારે એટ્લે કે તા ૨૮ અને ૨૯ ના રોજ એઆઇપીઇયુ યુનીયન  દિલ્હીના આદેશ મુજબ દેશ વ્યાપી હડતાલમાં મોરબી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસનાં કર્મચારીઓ હડતાળમાં જોડાશે.

 મોરબી સહિત દેશના પોસ્ટ વિભાગના કર્મચારીઓની પડતર  માંગણીઓ જેવી કે જુની પેન્શન યોજના લાગુ કરે, ૧૮ મહિનાનું એરીયર્સ બાકી છે તે આપે, ફીનાકલ સર્વરનો પ્રોબ્લેમ દુર કરે, જીડીએસ માટે કમલેશ ચંદ્ર કમીટીના રીપોર્ટ મુજબની માંગણીઓ સ્વીકારે વિગેરેને લઈને આગામી સોમવાર અને મંગળવારે પુરા ભારતના પોસ્ટ કર્મચારીઓ હડતાલ ઉપર જાય છે ત્યારે મોરબી એમડીજી સહિતની તમામ એસઓ અને ગામડાની બીઓના તમામ કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે આગામી સોમવારે સવારના ૮:૩૦ વાગ્યે ધરણાં તેમજ સુત્રોચારનો કાર્યક્રમ મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં રાખેલ છે તેવું યુનિયનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યુ છે.






Latest News