મોરબીના આલાપ પાર્કમાં માતૃ વંદના ટ્રષ્ટ દ્વારા અંજલીબેન આર્યજી રાષ્ટ્રકથા યોજાઇ
વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ-મહામંત્રીનો સન્માન સમારોહ યોજાયો
SHARE
વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ-મહામંત્રીનો સન્માન સમારોહ યોજાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના નવનિયુક્ત પ્રમુખ જયુભા ડી. જાડેજાનો સત્કાર સમારોહ રાખવામા આવ્યો હતો થોડા સમય પહેલા ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે જયુભા જાડેજાની વરણી કરવામાં આવી છે તેની સાથોસાથ મહામંત્રી તરીકે એન. બી. મકવાણાની વરણી કરવામાં આવેલ હોય બંને આગેવાનોનો સત્કાર સમારોહ વાંકાનેરમાં આવેલ એસ.ટી.ના વર્કશોપ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં એસ.ટી.વિભાગના મહામંડળના આગેવાનો, હોદ્દેદારો તેમજ એસ.ટી વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ તકે તેઓએ આગામી સમયમાં એસટી વિભાગના કર્મચારીઓના જે કોઈ પ્રશ્નો હોય તેને ઉકેલવા માટેની ખાતરી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જયુભા જાડેજાએ એસટી કર્મચારી મંડળ રાજકોટ વિભાગમાં સતત 14 વર્ષ અને એસટી ક્રેડિટ સોસાયટી રાજકોટમાં સતત 19 વર્ષ બિન હરીફ પ્રમુખ તરીકે સેવા આપેલ છે ત્યારે હવે આગામી સમયમાં જ્યારે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે તેમણે જવાબદારી સંભાળી છે જેથી કરીને એસ.ટી વિભાગના કર્મચારીઓને લગતા પ્રશ્નોને વહેલામાં વહેલી તકે ઉકેલ આવશે તેવી કર્મચારીઓને પણ આશા બંધાણી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર એસટી ડેપોના તમામ મંડળના હોદેદારો અને કર્મચારીઑ સહિતનાએ જહેમત ઉઠાવી હતી