મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે મોરબી, માળિયા અને ટંકારાના ૫ ગામો માટે ૬૪.૩૬ લાખના નવા સંપ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા સહિતના પાણી પુરવઠાના વિકાસકામો મંજૂર મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ઉનાળાની અસર: મોરબી જલારામ મંદિર દ્વારા શહેરના વિવિધ સ્થળોએ જલસેવા અભિયાન


SHARE









ઉનાળાની અસર: મોરબી જલારામ મંદિર દ્વારા શહેરના વિવિધ સ્થળોએ જલસેવા અભિયાન

ઉનાળાની ગરમી ની શરૂઆત થઈ ચુકી છે સુર્યનારાયણ ધીમે ધીમે કોપાયમાન થઈ રહ્યા છે ત્યારે મોરબી શહેર તેમજ આસપાસ ના વિસ્તારો મા વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ જલસેવા અભિયાન શરૂ કરવામા આવેલ છે.

જે અંતર્ગત શહેર ના વિવિધ સ્થળોએ ઠંડા પાણીના જગ તેમજ સ્ટેન્ડની વ્યવસ્થા કરવામા આવી રહી છે. તંત્ર દ્વારા શહેરમા પાણીના પાઉચ પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે ત્યારે પાણીની બોટલ પણ ૫ રૂ., ૧૦ રૂ., ૨૦ રૂ. મા વહેંચાય રહી છે. ત્યારે બહાર ગામથી શહેરમા ખરીદી કરવા આવતા લોકોને ઉનાળાની કાળજાળ ગરમીમા પીવા શુધ્ધ પાણી માટે ખર્ચ કરવો પડે છે. તે સમસ્યા દુર કરવા મોરબી જલારામ મંદિર દ્વારા વિનામુલ્યે  ફિલ્ટર્ડ ઠંડા પાણી ની વ્યવસ્થા શહેર ના વિવિધ સ્થળે કરવા મા આવી રહી છે. શહેરના કોઈપણ સેવાભાવી વ્યક્તિ પોતાના વ્યવસાયિક પ્રતિષ્ઠાન પાસે ઠંડા પાણીના જગ તેમજ સ્ટેન્ડની વ્યવસ્થા કરવા ઈચ્છુક હોય તેમણે સંસ્થાના અગ્રણી હરીશભાઈ રાજા (મો.૯૮૭૯૨ ૧૮૪૧૫) નો સંપર્ક કરવા જલારામ સેવા મંડળના પ્રમુખ  નિર્મિત કક્કડે યાદીમા જણાવ્યુ છે.




Latest News