મોરબી પી.જી.પટેલ કોલેજની પાંચ વિધાર્થીનીઓનો M.Com નાં પરિણામમાં સૌરાષ્ટ્ર યુનિ.ના ટોપ ટેનમાં સમાવેશ
મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા સુધીનો ડામર રોડ બનાવવા રજૂઆત
SHARE









મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા સુધીનો ડામર રોડ બનાવવા રજૂઆત
મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા ગામ તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી ભંગાર છે જેથી કરીને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ ભંગાર રોડને રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને નારણકા, માનસર, ગોરખીજડીયા, વનાળીયા સહિતના ગામોના સરપંચો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે.
નારણકા, માનસર, ગોરખીજડીયા, વનાળીયા સહિતના ગામોના સરપંચો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, વાવડીના ટારાથી ગોરખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા સુધી જે ડામરપટી છે. તેમાં ડામર શોધવાઓ પડે તેવો ઘાટ છે અને વાવડીનાં પાટીયા થી વનાળીયા સુધીનો ડામરપટી ગેરંટી પીરીયડમાં હોય તો કોન્ટ્રાકર પાસે તાત્કાલિક રીપેરીંગ કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને વનાળીયાથી માનસર નારણકા સુધી રોડને પેચવર્ક કરવામાં આવે તેમજ મચ્છુ-૩ ની પાઈપલાઈન જે રોડ ક્રોસ કરેલ છે તે પણ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.
