મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબી પી.જી.પટેલ કોલેજની પાંચ વિધાર્થીનીઓનો M.Com નાં પરિણામમાં સૌરાષ્ટ્ર યુનિ.ના ટોપ ટેનમાં સમાવેશ


SHARE







મોરબી પી.જી.પટેલ કોલેજની પાંચ વિધાર્થીનીઓનો M.Com નાં પરિણામમાં સૌરાષ્ટ્ર યુનિ.ના ટોપ ટેનમાં સમાવેશ

તાજેતરમાં જ મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીએ બીકોમ સેમ-૩ નાં પરિણામમાં સમગ્ર યુનીવર્સીટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ત્યારે બાદ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા જાહેર કરવામાં આવેલ એમકોમ સેમ-૧ નાં પરિણામમાં પી.જી.પટેલ કોલેજની ચાર વિદ્યાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનિ.ના ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે જેમાં યુનિ.ચોથા ક્રમે ભાલોડીયા ખુશી લવજીભાઈયુનિ.સાતમાં ક્રમે બારા પાયલ હિતેષભાઈયુનિ.નવમા ક્રમે ધોરીયાણી ક્રિષ્ના ચંદુલાલ તેમજ યુનિ.દસમાં ક્રમે વીંછી કિંજલ સંજયભાઈ આવે છે તો એમકોમ સેમ-૩ મા આ કોલેજની વિધાર્થીની થડોદા ભાવિશા હસુભાઈએ સમગ્ર સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમા ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

વધુમાં  એમકોમ સેમ-૧ ની અન્ય બે  વિધાર્થીનીઓ કોટેચા દ્રષ્ટિ શૈલેશભાઈ તથા ધોરિયાણી ક્રિષ્ના ચંદુલાલએ કોમર્સ વિદ્યાશાખાનાં એકાઉન્ટ જેવા મુખ્ય વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરીને અતુલ્ય સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરોક્ત તમામ વિદ્યાર્થીનીઓએ  સંસ્થાપરિવાર અને સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે એક સાથે પાંચ વિધાર્થીનીઓ સૌરાષ્ટ્ર યુનિ.ના ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરે તે જવલ્લે જ જોવા મળે છે જો સચોટ અને પધ્ધતિસરનું મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવામાં આવે તો આવું ઉંચ્ચ પરિણામ મેળવી શકાય તે મોરબીની પી.જી.પટેલ કોલેજે સાર્થક કરી બતાવ્યું છે. આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે તમામ વિધાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News