મોરબીના વાવડી રોડ ઉપર ભંગારના ડેલા પાસે નજીવી બાબતે જુથ અથડામણમાં સાતને ઇજા : સામસામી ફરિયાદો નોંધાઇ
વાંકાનેરના મહારાણાની આગેવાનીમાં દલિત સમાજના પ્રશ્નો ઉકેલવા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ
SHARE









વાંકાનેરના મહારાણાની આગેવાનીમાં દલિત સમાજના પ્રશ્નો ઉકેલવા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી મહારાણા રાજસાહેબ કેશરીસિંહદેવસિંહજી ઝાલાની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને ભાજપના આગેવાનો અને દલિત સમાજના આગેવાનો મળ્યા હતા ત્યારે દલિત સમાજના પડતર જમીનની માંગણી સહિતના પ્રશ્ને રૂબરૂ મળી દલિત સમાજને ન્યાય મળે તે માટે આ પ્રશ્નોનું વહેલી તકે ઘટતું કરી આપવા રજૂઆત કરી હતી. આ સાથે વાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઈ માઢવી, તાલુકા મંત્રી હીરાભાઈ બાંભવા તથા અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, મંત્રી દિનેશભાઈ વોરા, ફૌજી હેમુભાઈ ચાવડા, માજી નગરપાલિકા સભ્ય શામજીભાઈ પરમાર, ભવાનભાઈ વોરા, વાઘજીભાઈ વોરા, રામજીભાઈ પરમાર, જે.ડી.સોલંકી વગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા
