વાંકાનેરના મહારાણાની આગેવાનીમાં દલિત સમાજના પ્રશ્નો ઉકેલવા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ
મોરબીમાં સસરાના ઘર પાસે રામામંડળ જોવા ગયેલા યુવાનને બાઈકમાં લઈ જઇ ફડાકા ઝીંકયા
SHARE









મોરબીમાં સસરાના ઘર પાસે રામામંડળ જોવા ગયેલા યુવાનને બાઈકમાં લઈ જઇ ફડાકા ઝીંકયા
મોરબીના શનાળા ગામે રહેતો સતવારા યુવાન પોતાના સસરાના ઘર પાસે રામામંડળ યોજાયેલ હોય ત્યાં રામામંડળ જોવા ગયો હતો ત્યારે ત્યાં તેની પાસે દરબાર યુવાને આવીને 'મારા પપ્પા તને બોલાવે છે તમારૂ કામ છે' તેમ કરીને બાઈકમાં બેસાડીને માર્કેટિંગ યાર્ડ લઇ ગયા બાદ તેને ફડાકા મારવામાં આવ્યા હોય ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના શકત શનાળા ગામે વાડી વિસ્તારમાં રહેતો વિનોદ કાનજી દલવાડી જાતે સતવારા નામનો ૪૯ વર્ષીય યુવાનને મોરબીના ગુ.હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રહલાદસિંહ અર્જુનસિંહ દરબાર દ્વારા ફડાકા મારવામાં આવ્યા હોય ભોગ બનેલ વિનોદ સતવારાએ પ્રહલાદસિંહ દરબાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે પોતે પોતાના સસરાના ઘર પાસે રામામંડળ જોવા માટે ગયો હતો ત્યારે ત્યાં પ્રહલાદસિંહ આવ્યા હતા અને મારા પપ્પાને તમારું કામ છે તેમ કહીને બાઈકમાં બેસાડીને માર્કેટિંગ યાર્ડ લઈ ગયા હતા જ્યાં 'ઉછીના આપેલા પૈસા ક્યારે આપવા છે..?' તેમ કહ્યું હતું જેથી વિનોદભાઈએ કહ્યું હતું કે હાલ મારી પાસે નથી થશે એટલે આપી દઇશ.તેથી ગાળાગાળી કરીને ધમકી આપ્યા બાદ પ્રવિણસિંહે વિનોદભાઈને ફડાકા ઝીંકી દીધા હતા જેથી હાલમાં વિનોદભાઈ દલવાડીની ફરિયાદ ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણીયાએ પ્રહલાદસિંહ દરબાર વિરૂધ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
ચાર બોટલ દારૂ સાથે પકડાયો
મોરબી તાલુકા પોલીસ મથકના મનિષભાઇ બારૈયાએ મોરબીના સોખડા ગામના પાટિયા પાસે આવેલી પિતૃકૃપા હોટલ નજીકથી નીકળેલા પરેશ અરવિંદ મુછડીયા (ઉમર ૨૫) રહે.સોખડાના પાટીયા પાસે ક્રિષ્ના રોડલાઇન્સની ઓફિસ પાસે મૂળ રહે.ગઢખેલ રાજપીપળા રોડ અંકલેશ્વર વાળાને અટકાવીને તેની ઝડતી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવતા રૂપિયા પંદરસોની કિંમતના દારૂ સાથે હાલમાં પરેશ મુછડીયાની ધરપકડ કરીને તેણે દારૂની આ બોટલો કોની પાસેથી મેળવી છે..? તે દિશામાં તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ આગળની તપાસ શરૂ કરી હોવાનું તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના રવાપર ગામે રહેતા મુકેશભાઈ મનહરભાઈ લખતરીયા નામના ૫૦ વર્ષીય આધેડ મોરબીના સામાકાંઠે ઘુંટુ ગામ નજીકથી જતા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના ગાળા ગામે રહેતો અરજણ સીદાભાઈ ઉપસરીયા નામનો ૧૪ વર્ષીય બાળક ઘરેથી દૂધ લેવા માટે જતો હતો ત્યારે બાઇકમાંથી પડી જતાં ઇજાગ્રસ્ત અરજણને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.
