માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર ભંગારના ડેલા પાસે નજીવી બાબતે જુથ અથડામણમાં સાતને ઇજા : સામસામી ફરિયાદો નોંધાઇ


SHARE

















મોરબીના વાવડી રોડ ઉપર ભંગારના ડેલા પાસે નજીવી બાબતે જુથ અથડામણમાં સાતને ઇજા : સામસામી ફરિયાદો નોંધાઇ

મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટી નજીક ભંગારના ડેલા બાજુ બાજુમાં આવેલા હોય નજીવી વાતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી અને બાદમાં સામસામી મારામારી થતા સાત લોકોને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા.બાદમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદો નોંધાવાતા હાલમાં પોલીસે બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટી નજીક ભંગારના ડેલા પાસે સામસામી મારામારી થઈ હતી જેમાં જાવીદ સલેમાન દલ (૪૦) અને આરીફ ઈસમાલ દલ (૪૧) ને ઇજાઓ થતાં સિવિલે સારવારમાં ખસેડાયા હતા.જ્યારે સામેના પક્ષના સાહીલ મન્સુરી, હબીબ અલ્લારખા દલવાણી, ઈમ્તિયાઝ કાસમ દલવાણી (૩૨), યુનુસ અબ્દુલ દલવાણી (૩૫) અને જુનેદ ઈસ્માઈલ દલવાણી (૩૨) ને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા.

સારવાર લીધા બાદ આરીફ ઈસ્માઈલ દલ (૪૧) રહે.કારીયા સોસાયટી વાવડી રોડ વાળાએ સામેના પક્ષના અબ્દુલ અલ્લારખા દલવાણી, યુનુસ અબ્દુલ દલવાણી, હબીબ અલ્લારખા દલવાણી, સકીલ ઉંમર પીંજારા અને જુનેદ ઇકબાલ કાસમાણી રહે.બધા વાવડી રોડ મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓના ઘરની પાસે અબ્દુલ અને યુનુસે તેઓની માલિકીની જમીનમાં પતરાની આડસ કરીને ત્યાં ભંગાર રાખતા હોય તેમણે આ પતરાની આડસ કાઢી નાંખવા કહ્યું હતું જે બાબત સારી નહીં લાગતા લાકડાના ધોકા તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે તેઓને તથા સાહેદ જાવીદભાઇને માર મારવામાં આવ્યો હતો.

જયારે સામેના પક્ષે થી જુનુસ અબ્દુલ દલવાણી સંધિ (૩૬) રહે.વાવડી રોડ મોરબી વાળાએ સામેના પક્ષના આરીફ ઈસ્માઇલ દલ, ઈસ્માઇલ દલ, આરીફભાઇના પત્ની, ઇમરાન ઈસ્માઈલ દલ, એઝાઝ ઈસ્માઈલ દલ અને જાવેદ ઈસ્માઇલ દલ રહે.બધા વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી વાળા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જુનુસ દલવાણીએ પોલીસને જણાવ્યું હતું કે આરીફે તેઓના ભંગારના ડેલા પાસે એંઠવાડની કુંડી રાખી હોય જે લઈ લેવા માટે કહ્યું હતું જેથી આરીફે ઝઘડો કરીને ગાળો આપી હતી અને ગાળો પાડવા આપવાની ના પાડતાં લાકડાના ધોકા અને પાવડા વડે તેને તથા અન્ય સાહેદો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.હાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સામસામી મારામારીની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે પોલીસનો લેશમાત્ર ભય ન હોય તેમ નજીવી વાતે મોરબીમાં મારામારીના બનાવો વધી રહ્યા છે જે ચિંતાનો વિષય છે.

માળિયા મિંયાણાના ખીરઈ ગામે મારામારી

માળીયા મિંયાણા તાલુકાના ખીરઇ ગામ મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી આઇસાબેન નુરમામદભાઈ જેડા નામની ૨૦ વર્ષીય યુવતીને સારવારમાં અહિંની સિવિલે ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતાં મોરબી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ માળીયા પોલીસ મથકનો હોય માળીયા પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના રવાપર રોડ ઉપર રહેતા કેતનભાઇ હસમુખભાઈ દોશી નામના ૫૬ વર્ષીય આધેડ બાઈકમાં જતાં હતા ત્યારે બાઇકમાં દોરડું ભરાતા તેઓ બાઇક સહીત પડી ગયા હતા જેથી કરીને ઇજાગ્રસ્ત કેતનભાઇ દોશીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.




Latest News