મોરબીની કોર્ટે ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી
વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી હરિયાણાથી પકડાયો: સગીરા પણ મળી આવી
SHARE
વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી હરિયાણાથી પકડાયો: સગીરા પણ મળી આવી
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ એન્જો સીરામીક કારખાનામાં આજથી પાંચ એક મહીના પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં આરોપીને પકડીને ભોગ બનનારને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે ભોગ બનનારને શોધી કાઢીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટિમ સગીર વયની બાળાઓને શોધી કાઢવામાં માટે કામ કરી રહી છે તેવામાં દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ કે વાંકાનેર તાલુકાના કલમ -૩૬૩, ૩૬૬ મુજબના અપહરણના ગુનાનો આરોપી ફરીયાદીની સગીરવયની દિકરીને સરતાનપર રોડ એન્જો સીરામીક કારખાનામાંથી ભગાડી અપહરણ કરી ગયો હતો અને આરોપી તથા ભોગબનનાર બન્ને હરિયાણા રાજયના રોહતક જીલ્લાના સાંપલા બૈરી રોડ ઉપર મજુરી કામ કરતા હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં પીએસઆઇ એ.એ.જાડેજા સાથે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ પહોચી હતી અને હરીયાણા ખાતેથી આરોપી અલોકકુમાર કાલીસિંહ ભુમીહાર (ઉ.વ.૨૨) રહે. આઝમગઢ નાગવા તાલુકો જગદીશપુરા ખાતેથી પકડી પડેલ છે અને ભોગ બનનાર પણ મળી આવતા તેને હસ્તગત કરીને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીપીઆઇને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.