મોરબીના પૂર્વ ધારાસભ્યએ પ્રધાનમંત્રી સહિતના રાષ્ટ્રીય નેતાઓની કરી મુલાકાત
જુકેગા નહીં સાલા: મોરબીમાં સિરામિક યુનિટ ચલાવવા માટે નાણાં બાદ હવે ગેસની પણ લોન !
SHARE









જુકેગા નહીં સાલા: મોરબીમાં સિરામિક યુનિટ ચલાવવા માટે નાણાં બાદ હવે ગેસની પણ લોન !
સસામાન્ય રીતે નાણાની લોન લેવામાં આવે તેવું તો લોકોએ સાંભળ્યુ જ હોય છે પરંતુ મોરબીની આસપાસમાં આવેલ મોરબીના સિરામિક ઉદ્યોગમાં હવે ગેસની લોન શરૂ થઈ ગયેલ છે સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, મોરબીના ઘણા ઉદ્યોગકારો દ્વારા પોતાના સિરામિક યુનિટીમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જો કે, પ્રોપેન ગેસની સપ્લાઈની ચેન ખોરવાઈ ગઈ છે જેથી કરીને હાલમાં ઉદ્યોગકારો પોતાના કારખાનાને ચાલુ રાખવા માટે એક બીજા કારખાના પાસેથી ગેસની લોન દેશી ભાષામાં કહીએ તો વાટકી વ્યવહાર શરૂ થઈ ગયો છે અને જેમ તેમ કરીને પુષ્પા ફિલ્મ ડાયલોગ “જુકેગા નહીં સાલા” ની જેમ મોરબીમાં કારખાના ચાલુ રાખવા માટે જજૂમી રહ્યા છે
મોરબીની આસપાસમાં સિરામિક ઉદ્યોગ આવેલ છે અને તેમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે જો કે, નેચરલ ગેસ પૂરતા પ્રમાણમાં મળતો નથી અને પ્રોપેન ગેસ તેના કરતાં સસ્તો મળે છે જો કે, છેલ્લા દિવસોથી પ્રોપેન ગેસની સપ્લાય ખોરવાઈ ગયેલ છે જેથી સિરામિક ઉદ્યોગકારો હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ૧૨૫ કરતાં વધુ કારખાનામાં નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જોકે પ્રોપેન ગેસના ટેન્કરો સમયસર આવતા નથી જેથી સિરામિક યુનિટ ચાલુ રાખવા મુશ્કેલ બની ગયા છે ત્યારે કારખાનામાં મૂકવામાં આવેલ પ્રોપેન ગેસની ટેન્ક ખાલી થઈ જાય અને નવી ટેન્ક ન આવે ત્યાં સુધી કારખાના ચાલુ રાખવા માટે કારખાનાઓમાં ઘરમાં ચાલતા વાટકી વ્યવહારની જેમ ગેસ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને જે કારખાનેદાર પાસે વધુ ગેસનો જથ્થો હોય તે બીજાને કારખાનું ચાલુ રાખવા માટે નાણાકીય લોનની જેમ ગેસ ઉછીનો કે પછી લોનની જેમ આપે છે અને તેના થકી કારખાના ચાલુ રાખવામા આવે છે જો, આવીને આવી પરિસ્થિતી રહી તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલી વધશે તે નિશ્ચિત છે જો કે, પુષ્પા ફિલ્મ ડાયલોગ “જુકેગા નહીં સાલા” ની અસર સિરામિક ઉદ્યોગમાં કયા સુધી રહેશે તે તો સમય જ બતાવશે
