જુકેગા નહીં સાલા: મોરબીમાં સિરામિક યુનિટ ચલાવવા માટે નાણાં બાદ હવે ગેસની પણ લોન !
વાંકાનેરના અમરસર ગામે બે ખેડૂતોના ખેતરમાંથી બે ડીઝલ એન્જીન અને એક છકડો રિક્ષાની ચોરી
SHARE







વાંકાનેરના અમરસર ગામે બે ખેડૂતોના ખેતરમાંથી બે ડીઝલ એન્જીન અને એક છકડો રિક્ષાની ચોરી
વાંકાનેરના અમરસરમ ગામે રહેતા બે ખેડૂતોના ખેતરે મૂકવામાં આવેલ બે ડીઝલ એન્જીન અને એક છકડો રિક્ષાની ચોરી કરવામાં આવી છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને ૫૯૦૦૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના અમરસરમાં રહેતા ઈબ્રાહીમભાઈ જીવાભાઈ માથકીયા જાતે મોમીન (ઉ.૬૩)એ રાજુભાઈ સવશીભાઈ દેલવાડીયા (દેવીપુજક) અને વિક્રમભાઈ દીપકભાઈ સોલંકી (દેવીપુજક) રહે. બંને મહેન્દ્રનગર ઘુંટુ રોડ ઈંટોના ભઠા પાસે ઝુંપડામાં મોરબી,રહે. મોરબી તેમજ મુકેશભાઈ વેરશીભાઈ સીતાપરા (કોળી) રહે. અમરસર અને ગૌતમભાઈ દીનેશભાઈ રાબડીયા (કોળી) રહે. અમરસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા ૨૨/૩ ના બપોરના બારેક વાગ્યા થી તા ૨૬/૩ ના સાંજના પાંચ વાગ્યા સુધીમાં અમરસર ગામની સીમ તેની અને સાહેદની વાડી આવેલ છે ત્યારે આરોપીઓએ એકબીજા સાથે મેલમીલાપીપણુ કરીને ફરીયાદી તથા સાહેદ શાહબુદીન વલીમહંમદભાઈ ખોરજીયા રહે. અમરસર વાળાના ખેતરમાંથી ચોરી કરેલ છે અને ખેતરમાં રાખેલ ડીઝલ એન્જીન પાંચ હોર્સપાવરના પાણી ખેંચવાના બે મશીન જેની કિંમત ૨૪૦૦૦ અને છકડો રીક્ષા નં. જીજે 3 એવિ 1340 જેની કિંમત ૩૫,૦૦૦ આમ કુલ મળીને ૫૯૦૦૦ ના મુદામાલની ચોરી કરેલ છે જેથી પોલીસે ઈ.પી.કો કલમ ૩૭૯, ૪૪૭ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
ચાર બોટલ દારૂ
મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા પાસે આવેલ પિતૃકૃપા હોટલ પાસેથી પોલીસે ચાર બોટલ દારૂ સાથે પરેશ અરવિંદભાઈ મુછડીયા રહે. સોખડા ગામના પાટિયા પાસે આવેલ ક્રિષ્ના રોડ લાઇન્સની ઓફિસ મૂળ રહે. અંકલેશ્વર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
દેશીદારૂ
મોરબીના બેલા ગામ પાસેથી પસાર થતી રિક્ષાને રોકીને પોલીસ ચેક કરતા તેમાંથી ૮૦ લિટર દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલસીએ ૧૬૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને પચાસ હજાર રૂપિયાની કિંમતની રીક્ષા નંબર જીજે ૬ એવાય ૪૫૦૭ કબજે કરી હતી અને હાલમાં સંજયભાઈ જગમાલભાઈ સરવાડિયા (ઉ.૨૩) રહે. મંગાભાઈ કોળીના મકાનમા ભાડેથી રફાળેશ્વર, ઇમરાન ફારુકભાઈ શેખ (ઉ.૨૦) રહે. સ્મશાન રોડ મોહનભાઈ લાકડાવાળાના ડેલા પાસે વીશીપરા મોરબી અને ઇમરાનભાઈ વલીભાઈ કટારિયા (ઉ.૨૮)રહે. કુલીનગર-૧ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ માલ તેને ધનીબેન ઉર્ફે પોચી રહે. વીસીપરા વાળીએ આપેલ હોવાથી પોલીસે તેને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે
દેશીદારૂ
હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા વિક્રમભાઈ ચંદુભાઇ કોળીના ઘરમાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં અખાદ્ય ગોળ હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા વિક્રમભાઈના મકાનમાંથી ૨૩૦ કિલો અખાદ્ય ગોળ મળી આવ્યો હતો જેથી પોલિસે ૪૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
