વાંકાનેરના અમરસર ગામે બે ખેડૂતોના ખેતરમાંથી બે ડીઝલ એન્જીન અને એક છકડો રિક્ષાની ચોરી
માળીયા (મીં) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરારની મોડેલ સ્કૂલનો દબદબો
SHARE









માળીયા (મીં) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરારની મોડેલ સ્કૂલનો દબદબો
મોરબી જીલ્લામાં તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહયું છે ત્યારે માળીયા (મીં) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરારની મોડેલ સ્કૂલનો દબદબો જોવા મળેલ છે અને તા ૨૪ ના રોજ માળીયા (મીં) તાલુકા કક્ષાના ખેલમહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન થયેલું હતું.
ત્યારે માળીયા (મીં) તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોમાં ગોળાફેંકની સ્પર્ધામાં ધો.૯ નો વિદ્યાર્થી ડાંગર અભય આશિષભાઈ પ્રથમ, લાંબી કૂદમાં ધો.૯ ની વિદ્યાર્થિની તલાવડીયા શારદા રમેશભાઈ પ્રથમ, ચેસની સ્પર્ધામાં ધો.૧૧ ની વિદ્યાર્થીની ઝાલા મંજુલાબેન મનુભાઈ પ્રથમ, ચેસની સ્પર્ધામાં ધો.૧૧ ની વિદ્યાર્થિની ઝાલા મધુબેન મનુભાઈ દ્વિતીય અને ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં ધો.૯ ની વિદ્યાર્થિની ગમારા કાજલ હરજીભાઈ દ્વિતીય ક્રમાંક ઉપર વિજેતા થયેલ છે અને શાળાને ગૌરવાન્વિત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરેએ માટે મોડેલ સ્કૂલના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા તમામને શુભકામના આપવામાં આવી છે
