મોરબીમાં આવેલ સરસ્વતી શીશુમંદિરમાં હમ કરે રાષ્ટ્ર આરાધન કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીમાં આવેલ સરસ્વતી શીશુમંદિરમાં હમ કરે રાષ્ટ્ર આરાધન કાર્યક્રમ યોજાયો
મોરબીમાં સરસ્વતી શીશુમંદિર શાળામાં શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત, સેવા, સ્વાવલંબન, સમર્પણ, રાષ્ટ્રભક્તિ અને પર્યાવરણ પ્રેમ પણ શિખડાવે છે. ભારત અનેક વર્ષોની પરતંત્રતા પછી ૧૫ ઓગ્સ્ટ ૧૯૪૭ માં સ્વતંત્ર થયેલ છે અને સ્વતંત્ર થવા માટે ભારતે સંઘર્ષ, પરાક્રમ, બલીદાન તથા જીવના નર્ક જેવા અત્યાચાર સહન કરવા પડ્યા હતા તે ન ભૂલી શકાય તેવો સ્વાધીનતાના સંઘર્ષનો ઇતિહાસ પેઢી દર પેઢી હસ્તાંતરિત કરી આ સ્વતંત્રતાનું મૂલ્ય સમાજને યાદ આપવું પડે તે જરૂરી છે ત્યારે મોરબીમાં આવેલ સરસ્વતી શીશુમંદિરમાં હમ કરે રાષ્ટ્ર આરાધન કાર્યક્રમ યોજાયો હતો
દેશમાં “સ્વાધીનતાનો અમૃત મહોત્સવ” ઉજવાઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા મોરબીનું શિશુમંદિર કેમ પાછળ કેમ રહે. ત્યારે શનાળાની પટેલ સમાજ વાડીમાં “હમ કરે રાષ્ટ્ર આરાધન” થીમ પર ૪૬૭ વિધ્યાર્થીઓએ જુદી જુદી ૧૭ કૃતિઓ રજૂ કરી હતી જેમાં નાટક, અભિનય, ગીતો, ગરબા, બાલશહીદી પર એક પત્રિય અભિનય સાહસિક જેવા અલગ અલગ કાર્યક્રમો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિદ્યાભારતી પૂર્વ કચ્છના અધ્યક્ષ ડો.કેશુભાઈ મોરસનીયાએ સ્વતંત્ર ભારતનો ઇતિહાસ-ગુલામીના કાલખંડનો સંઘર્ષ તથા સ્વતંત્ર ભારત વિષે વિસ્તૃત છણાવટ કરી હતી તો પશ્ચિમક્ષેત્રના સંઘસંચાલક ડો.જયંતિભાઈ ભાડેસીયાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી
આ તકે એસ.પી. સુબોધભાઈ ઓડેદરા, જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઇ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ, ટ્રસ્ટનાં પ્રમુખ બાબુભાઇ અઘારા, ટ્રસ્ટનાં મંત્રી જયંતિભાઈ રાજકોટિયા, વ્યવસ્થાપકો ડો. વિજયભાઇ ગઢીયા, દીપકભાઈ વડાલીયા, હરકિશનભાઈ અમૃતિયા, રમેશભાઈ અઘેરા, શ્રીમતી લતાબેન ગઢીયા, પરેશભાઈ મોરડીયા, મહેશભાઇ જાની સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ૧૦૦ જેટલા વાલીઓએ બેઠક વયવસ્થા, સહેજ સુશોભન, સાહિત્ય વેંચાણ, અલ્પાહાર, પાર્કિંગ, પાણી તથા અતિથિ વ્યવસ્થા સંભાળી વિધ્યાલય તથા વાલી પરિવારભાવથી રહે છે. તે વિચારને મૂર્તિમંત કર્યો હતો
