ગુજરાત ભાજપના શિસ્ત સમિતિના ચેરમેનના હોમ ગ્રાઉન્ડ મોરબીમાં શિસ્તના લીરે લીરા છતાં મૌન: રમેશ રબારી
બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થી માટે અતિ જરૂરી માહિતી
SHARE









બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થી માટે અતિ જરૂરી માહિતી
કાલથી બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે ત્યારે વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ કોઈ પણ પ્રકારના ખોટા ટેન્શનમાં ન આવી જાય તેમાં માટે કેટલીક જરૂરી ટિપ્સ આજે આપવી જરૂરી છે કારણ કે જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા માટે જવાના હોય છે તેના મનમાં અનેક પ્રકારના સવાલો હોય છે અને તેના જબાવ ન મળવાના લીધે પેપર ખરાબ જાય છે અને પછી પરિણામ ખરાબ આવશે તેની ચિંતામાં ન ભરવાના પગલાં ભરી લેતા હોય છે તે હકકીત છે
વાલીની શું ભૂમિકા
જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા માટે જવાના હોય છે તેના ઉપર વધુમાં વધુ વાંચવા માટે દબાણ કરવાના બદલે તેની સાથે તમારા પોતાના અનુભવો શેર કરો તે જરૂરી છે અને તેના મગજમાંથી પરીક્ષાનો બિન જરૂરી ડર દૂર થાય તેવું વાતાવરણ તમારા ઘરમાં ઊભું કરો તો સો ટકા પરિણામ સારું જ આવશે
કેવી રીતે ન વાંચવું
મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક આવે એટ્લે એકી સાથે બધા જ વિષયોને આડેધડ વાંચે છે આવી રીતે વાંચવાથી કોઈ ફાયદો થતો નથી અને તેના લીધે અગાઉ વાંચેલું પણ ભુલાઈ જાય છે જેથી કરીને એક એક વિષયને અલગ અલગ શીડ્યુલ કરીને વાંચવા તે જરૂરી છે
પરીક્ષા માટેની ટિપ્સ
પરીક્ષામાં સારી રીતે સફળ થવા માટે મહેનતની સાથોસાથ પ્લાનિગની પણ જરૂર પડે છે અને પરીક્ષા ખાંડમાં ગયા પછી ત્રણ કલાકમાં સૌથી પહેલા પેપરમાં રોકડા માર્ક્સ મળી શકે તેમ હોય તેને પહેલા હતમાં લેવાના પછી થીયરી અને અન્ય પ્રશ્નો ઉપર ધ્યાન દેવાનું જેથી કરીને આસાનીથી પેપર પૂરું થઈ જશે
સૌથી મોટી વાત
કાલથી બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે ત્યારે જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે જવાના છે તેઓએ હાર હમેશને માટે એટલું યાદ રાખવાનું છે કે આ જીંદગીની છેલ્લી પરીક્ષા નથી હજુ તો આનાથી પણ ઘણી અઘરી પરીક્ષાઓ જીવનમાં આપવાની છે જેથી કરીને કોઈ પણ પ્રકારનું ખોટુ ટેન્શન રાખ્યા વગર બિન્દાસ બનીને ત્રણ વખત મનમાં ઓલ ઈઝ વેલ બોલીને દરેક વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપવા જવાનું જેથી તમારી કલ્પના બહારનું પરિણામ આવશે તે નિશ્ચિત છે
