મોરબી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજનો દબદબો
નવતર અભિગમ: મોરબી જીલ્લામાં બોર્ડના પરીક્ષાર્થીઓની મદદ માટે પોલીસે ખડેપગે
SHARE
નવતર અભિગમ: મોરબી જીલ્લામાં બોર્ડના પરીક્ષાર્થીઓની મદદ માટે પોલીસે ખડેપગે
મોરબી જીલ્લા સહિત ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થયેલ છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ધો. ૧૦ તથા ૧૨ ના બોર્ડના પરીક્ષાર્થીઓની મદદ માટે અનોખી પહેલ કરવામાં આવૈ છે અને ગુજરાત માધ્યમીક બોર્ડ તથા ઉચ્ચતર માધ્યમીક બોર્ડની પરીક્ષા ચાલુ છે ત્યાં સુધી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા પહેલા રસ્તામાં કોઇ વાહનની યાંત્રીક ખરાબીના કારણે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં તકલીફ ઉદભવે તેમાં હોય તો તાત્કાલીક મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમના ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૩૪૭૮ તથા મોબાઇલ નં.: ૭૪૩૩૯ ૭૫૯૪૩ ઉપર ફોન કરીને સંપર્ક કરવા માટે જણાવ્યુ છે અને પરીક્ષા આપવા માટે જતાં વિદ્યાર્થી પાસે તાત્કાલિક પોલીસના માણસો પહોંચી જશે અને પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરશે તેવું જિલ્લા પોલીસ વડા આ એસ.આર. ઓડેદરાએ જણાવ્યુ છે