વાંકાનેરમાં નજીવી બાબતે મારા મારી કરીને હત્યાના પ્રયાસ કરનારા નવ આરોપીની ધરપકડ
SHARE
વાંકાનેરમાં નજીવી બાબતે મારા મારી કરીને હત્યાના પ્રયાસ કરનારા નવ આરોપીની ધરપકડ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે થોડા દિવસ પહેલા મુસ્લિમ યુવાનને ભરવાડ શખ્સ દ્વારા ગાળો આપવામાં આવી હતી તે બાબતે સમજાવવા માટે ગયેલા વ્યક્તિઓને નવ શખ્સોએ પાઇપ અને લાકડી વડે માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી અને ઈજા પામેલા વ્યક્તિને થયેલ ઇજાના રિપોર્ટને ધ્યાને લઈને તે ગુનામાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો આ ગુનામાં પોલીસે હાલમાં તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે
વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નંબર-૩ ની અંદર રહેતા જાકીરહુસૈન મોહસીનભાઈ બ્લોચ (૪૫) એ થોડા દિવસ પહેલા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બીજલભાઈ ગાંડુભાઈ ડાભી, જયદીપ ગાંડુભાઈ ડાભી, ગાંડુભાઈ રાવજીભાઇ ડાભી, મનદીપ ગાંડુભાઈ ડાભી, ચંદુભાઈ નાજાભાઈ ભરવાડ, કાળુ પૂરી વાળો, કાળુભાઈનો ભાઈ સોનુ સહિત કુલ મળીને નવ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે શબ્બીર કાસમભાઇ બ્લોચને ભરવાડના એક શખ્સ દ્વારા ગાળો આપવામાં આવી હતી જેથી ત્યાં સમજાવવા માટે ગફારભાઈ હાસમભાઇ કાબરા (૪૩) સહિતના ગયા હતા ત્યારે આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી વડે તેઓને માર માર્યો હતો જેથી ઇજા પામેલા ગફારભાઈ હાસમભાઇ કાબરાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની અંદર જાકીરહુસેન મોહસીનભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી જો કે, ગફારભાઈ કાબરાને થયેલ ઇજાનો રિપોર્ટ આવ્યા બાદ અગાઉ નોંધાયેલ ફરિયાદમાં હત્યાનો પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલ બીજલભાઈ ગાંડુભાઈ ડાભી (ભરવાડ), કુલદીપ ગાંડુભાઈ ડાભી, જયદીપ ગાંડુભાઈ ડાભી, ગાંડુભાઈ રાવજીભાઇ ડાભી, મનદીપ ગાંડુભાઈ ડાભી, ચંદુભાઈ નાજાભાઈ ભરવાડ, કાળુ પાણીપૂરી વાળો, કાળુભાઈનો ભાઈ સોનુ અને રોકી આ તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે