મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવકનો કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ : સારવારમાં રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીમાં યુવકનો કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ : સારવારમાં રાજકોટ ખસેડાયો

મોરબીમાં યુવકને અજાણ્યા શખ્સોએ માર મારતા ઘરે આવી કેરોસીન છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતો. બનાવ અંગેની વધુ વિગત અનુસાર મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા સંજયભાઈ લાલજીભાઈ માનેવાડીયા (ઉ.40) માનસીક બીમારીથી પીડાતા હોય જે ગત રોજ મહેન્દ્રનગરની બજારમાં હતો ત્યારે અજાણ્યા શખ્સો સાથે માથાકુટ થતા અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો.જે બાદ યુવકે ઘરે આવીને પત્નીને કહ્યું કે મને બજારમાં અજાણ્યા શખ્સોએ માર માર્યો છે. જેથી મારે જીવવું નથી કહીને ઘરના રૂમમાં જઈને કેરોસીન છાંટી સળગવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રૂમનો દરવાજો ખોલીને યુવકને તાત્કાલીક સારવારમાં પ્રથમ મોરબી અને બાદમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર સંજયભાઈ શાકભાજી વેંચવાનો ધંધો કરે છે અને સંતાનમાં ચાર પુત્રીઓ છે જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરતા તેના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

બીજા બનાવમાં થાનમાં રહેતા ભાવેશ અશ્ર્વીન ભલગામા (ઉ.22) ગત રોજ સવારે ઘર પાસે હતા ત્યારે ધસી આવેલા મુકેશ અને ધ્રુવે તેની સાથે બોલાચાલી કરી પાઈપથી માર મારતા શરીરે ઈજા પહોંચી હતી. જેમને સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી.






Latest News