મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં ભાજપની સત્તાના ૧૩ મહિના પછી પણ મહિલા સભ્યોને નથી ઓળખતા પાલિકાના કર્મચારી !


SHARE







ભાજપની સત્તા આવ્યાના ૧૩ મહિના પછી પણ મહિલા સભ્યોને પાલિકાના કર્મચારી ઓળખતા નથી !

મોરબી પાલિકામાં ભાજપની સત્તા આવી તેને ૧૩ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે તેમ છતાં પણ મોરબી પાલિકાની અંદર ફરજ બજાવતા કર્મચારીઓ આજની તારીખે મોરબી પાલિકાના જુદા જુદા વોર્ડની અંદરથી ચૂંટાયેલ ભાજપના મહિલા સભ્યોમાંથી મોટાભાગના મહિલા સભ્યોને પાલિકાનો સ્ટાફ ઓળખતો નથી તેવો ઘાટ પાલિકાની બજેટ બેઠકમાં જોવા મળ્યો હતો કારણ કે મોટા ભાગના મહિલા સભ્યોને તેઓનાં નામ પાલિકાના સ્ટાફે પૂછવા પડ્યા હતા જે રીતે અન્ય સભ્યોને તે લોકો સામે આવતાની સાથે ઓળખી જાય છે તેવી જ રીતે મહિલા સભ્યોને કેમ નથી ઓળખતા તે સૌથી મોટો પ્રશ્ન છે અને સૂત્રોના કહેવા મુજબ કહેવા પૂરતી જ સભ્યો માટે મહિલા અનામત છે જો કે, ચૂંટાયા પછી કામ કરવા મહિલા સભ્યના પતિદેવો કે પછી તેના પરિવારજનો જ આવતા હોય છે જેથી પાલિકાના કર્મચારીઓ મહિલા સભ્યોને ઓળખતા નથી તે હક્કિત છે

પાલિકાની બોર્ડ બેઠકમાં વીજડી બની વેરાણા

મોરબી નગરપાલિકામાં ઘણા સમય બાદ બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં એકી સાથે નગરપાલિકાના તમામ સભ્યો હાજર રહ્યા હતા કારણ કે પોતાના વિસ્તારની અંદર નાના-મોટા કામ થશે તેવી તમામને અપેક્ષા હતી જો કે આ બજેટ બેઠક શરૂ કરવાના સમયે જ વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો અને ત્યારે દશેરાએ ઘોડું ન દોડતા પાલિકાનું જનરેટર પણ ચાલુ થયું ન હતું જેથી કરીને અંધારામાં બોર્ડ ચાલુ કરવી પડી હતી અને થોડીવાર બાદ વીજ પુરવઠો ચાલુ થયો હતો પરંતુ વારંવાર વીજ પુરવઠો ખોરવાતા પાલિકાના બજેટમાં બેઠકની અંદર વીજળી વેરણ બની હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો






Latest News