મોરબીની મયુર ડેરીના વિકાસ માટે કેન્દ્ર સરકાર તમામ પ્રકારની મદદ કરશે: પરસોતમભાઈ રૂપાલા
મોરબી જિલ્લાના નવા એસપી રાહુલ ત્રિપાઠી, ઓડેદરાને સીઆઇડી ક્રાઇમમાં મુકાયા
SHARE









મોરબી જિલ્લાના નવા એસપી રાહુલ ત્રિપાઠી, ઓડેદરાને સીઆઇડી ક્રાઇમમાં મુકાયા
આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં ગમે ત્યારે આઈપીએસ અધિકારીઓની બદલી થશે તેવી ચર્ચા હતી તેવામાં આજે બદલીનો ઓર્ડર કરવામાં આવેલ છે અને મોરબી જિલ્લાના નવા એસપી તરીકે ગીર સોમનાથથી રાહુલ ત્રિપાઠીને મૂકવામાં આવેલ છે.
રાજયના ગૃહ ખાતા દ્વારા આજે એસપી અને એસએસપી કક્ષાના ૭૭ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.જેમાં મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના પોલીસ વડા એસ.આર.ઓડેદરાની બદલી કરવામાં આવેલી છે અને તેમની જગ્યાએ હાલમાં ગીર સોમનાથના એસપી રાહુલ ત્રિપાઠીને મૂકવામાં આવેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના પોલીસ વડા ઓડેદરાની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવેલી છે જ્યારે મોરબી જિલ્લાના નવા પોલીસ વડા તરીકે ગીર સોમનાથ જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીને મુકાયા છે.
