મોરબી જિલ્લાના નવા એસપી રાહુલ ત્રિપાઠી, ઓડેદરાને સીઆઇડી ક્રાઇમમાં મુકાયા
ગુજરાત રાજ્યની પંચાયતમાં કામ કરતાં વીસીઇના પ્રશ્નો ઉકેવા પંચાયત મંત્રી મેરજાની ધરપત
SHARE









ગુજરાત રાજ્યની પંચાયતમાં કામ કરતાં વીસીઇના પ્રશ્નો ઉકેવા પંચાયત મંત્રી મેરજાની ધરપત
મોરબીના ભરતનગર ગામે આવેલા ભરતવન ખાતે ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયત કચેરીમાં કામા કરતા વીસીઈનું સામેલન રાખવામા આવ્યું હતું જેમાં રાજ્યના પંચાયત વિભાગના બ્રિજેશ મેરજા હાજર રહ્યા હતા અને તેને વીસીઈને નજીવું કમિશન આપવામાં આવે છે તેના બદલે પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
ગુજરાત રાજ્યની દરેક ગ્રામ પંચાયતમાં સરકારી જુદીજુદી યોજનાના ફોર્મ ભરવાના કામથી લઈને યોજનાની માહિતી લોકો સુધી પહોચડવા માટે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનિયોર (વીસીઈ) કામ કરતાં હોય છે જો કે, તેઓને પૂરતું વળતર મળતું નથી જેથી ગુજરાત રાજ્યના વીસીઈ મંડળ દ્વારા મોરબીના ભરતનગર ગામે આવેલા ભરતવન ખાતે મહા સંમેલન રાખવામા આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા પણ હાજર રહ્યા હતા અને ત્યારે રાજ્યની તમામ ગ્રામ પંચાયત કચેરીમાં કામ કરતાં વીસીઈને જે નજીવું કમિશન આપવામાં આવે છે તેની બદલે પગર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકે રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં વીસીઈ ઉપસ્થિતી રહ્યા હતા અને ત્યારે રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ વીસીઇનો પ્રશ્ન ઉકેલવા માટે ધરપત આપી હતી વધુમાં ગુજરાત રાજ્યના વીસીઈ મંડળના પ્રમુખ પંકજભાઈએ જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યના તમામ ગ્રામ પંચાયત કચેરીમાં વીસીઇને કાયમી કમિશન પદ્ધતિ બંધ કરી પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે
