ગુજરાત રાજ્યની પંચાયતમાં કામ કરતાં વીસીઇના પ્રશ્નો ઉકેવા પંચાયત મંત્રી મેરજાની ધરપત
મોરબીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે આરટીઇ કરીને માહિતી માંગી
SHARE









મોરબીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે આરટીઇ કરીને માહિતી માંગી
દેશમાં ઘણી વખત રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે મોરબીના જાગૃત યુવાને આરટીઇ ની અરજી કરીને જરૂરી નિયમો માંગ્યા છે અને જો રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તો શું સજા થઈ શકે છે તેની માહિતી માંગી છે
ભારત દેશની આઝાદી પછી આપણાં રાષ્ટ્રધ્વજમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેના નિયમોમાં પણ ફેરફાર થયેલ છે પણ સામાન્ય નાગરિકને આ અંગે ચોક્કસ માહિતી હોતી નથી અને અજાણતા રાષ્ટ્રધ્વજનુ ઘણી વખત અપમાન થાય છે ત્યારે રાષ્ટ્રધ્વજ માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે અને હજુ સરહદ પર જવાનો બલિદાન આપે છે તો સરકારની ફરજ છે કે રાષ્ટ્રધ્વજ અંગેના નિયમો દેશના તમામ લોકોને ખબર હોવા જોઈએ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 2002 માં flag code of India નામનું રાષ્ટ્રધ્વજના નિયમોનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું પણ ત્યાર બાદ પણ નવા નિયમો આવ્યા છે તે સરકારના પુસ્તક કે ઓનલાઇન સાઈટમાં અપડેટ કરવામાં આવ્યા નથી જેથી મોરબીમાં રહેતા રાધે પટેલે રાજ્યના ગૃહ વિભાગમાં અરજી કરીને માહિતી માંગી છે
