મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર ભુતકોટડા ગામે રીવર્સમાં આવતા ટ્રેક્ટરની હડફેટે ચડી જતાં પાંચ વર્ષના બાળકનું મોત


SHARE







ટંકારાના હરીપર ભુતકોટડા ગામે રીવર્સમાં આવતા ટ્રેક્ટરની હડફેટે ચડી જતાં પાંચ વર્ષના બાળકનું મોત

ટંકારા તાલુકાના હરીપર ભુતકોટડા ગામે ટ્રેકટરને રીવર્સમાં લેવામાં આવતું હતું ત્યારે પાછળ રહેલ બાળકને સાયકલ સહિત ટ્રેક્ટર ચાલકે અડફેટે લીધો હતો જેથી ઈજા પામેલ પાંચ વર્ષના બાળકને સારવારમાં ખસેડાયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના બનાવમાં મૃતક બાળકના પિતાએ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરીપર ભુતકોટડા ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ જાદવજીભાઈ ઢેઢી જાતે પટેલ (ઉંમર ૪૫) એ પરબતભાઈ ઓધવજીભાઈ ભાગિયા જાતે પટેલ રહે. હરીપર ભુતકોટડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ગત તા. ૨૦/૩/૨૦૨૨ ના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં તેનો દીકરો કવન (ઉંમર ૫) સાઇકલ લઇને પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે આરોપી પરબતભાઈ ઓધવજીભાઈએ પોતાના હવાલા વાળું ટ્રેક્ટર ટોલી સહિત રિવર્સમાં લીધું હતું અને ત્યારે રિવર્સમાં ટ્રેક્ટર લેતા સમયે તેને કવનને હડફેટે લીધો હતો જેથી કરીને તેને ગંભીર ઇજાઓ થઇ હોવાથી કવનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન કવનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક બાળકના પિતા ધર્મેન્દ્રભાઈ જાદવજીભાઈએ ફરિયાદ નોંધાવતાં પોલીસે પરબતભાઈ ઓધવજીભાઈની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News