મોરબીના રવાપર રોડે રહેતા તબીબના પત્નીએ રવાપરના તળાવમાં ઝંપલાવીને કર્યો આપઘાત
મોરબીના ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલ અને ચાંચાપર ગામની મુલાકાત લેતી ગ્લોબલ કચ્છની ટીમ
SHARE









મોરબીના ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલ અને ચાંચાપર ગામની મુલાકાત લેતી ગ્લોબલ કચ્છની ટીમ
ગ્લોબલ કચ્છની વિશેષ ટીમે જળ સંચય બાબતે મોરબીના ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલનું માર્ગદર્શન લીધું હતુ અને ચાંચાપર ગામની મુલાકાત પણ કરી હતી.
જળ એજ જીવન છે ત્યારે વુમન એમ્પાવરમેન્ટની મિશાલ, જળ પ્રેમી અને પાટીદાર રત્ન એવા જયસુખભાઇ પટેલ તેમના વિશાળ બિઝનેસ એમ્પાયરની સાથે સાથે પંથકમાં જળ સંચય માટે પણ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.ગ્લોબલ કચ્છની ૩૦ થી ૩૫ સભ્યની વિશેષ ટીમે જયસુખભાઇની તેમજ જળસંચયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એવા મોરબીના ચાંચાપર ગામની મુલાકાત લીધી હતી.મોરબી જીલ્લાનું નાનકડું ચાંચાપર ગામ કચ્છના લોકો માટે જળસંચયનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ગયું છે.નપાણીયા કહેવાતા કચ્છ વિસ્તારના ખેડૂતોએ જળસંચય માટે જયસુખભાઇ પટેલનું સવિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. ચાંચાપર ગામની જેમ કચ્છના ખેડૂતોની સમૃદ્ધિ અને ઉન્નતીમાં વધારો થાય તે માટે જયસુખભાઇએ ગ્લોબલ કચ્છને હર હંમેશ તેમના સહકારની તૈયારી દાખવી હતી.અગાઉ પણ કચ્છ જિલ્લાના સાડા ત્રણસો ખેડૂત પ્રતિનિધિઓએ ચાંચાપર ગામની મુલાકાત લીધી હતી અને ચાંચાપર ગામને જળસંચયનું ઉત્કૃષ્ટ મોડેલ ગણાવ્યું હતું.જળસંચયના કાર્યો અને ખાસ કરીને રણ સરોવર માટે જયસુખભાઇ દ્વારા કરાતી અથાગ મહેનત બદલ દરેકે જયસુખભાઇ પટેલની સરાહના કરી હતી.આ મુલાકાત દરમ્યાન પ્રવીણ મોઝેક વાળા પ્રવીણભાઈ પટેલ, ચાંચાપર ગામના રમેશભાઈ, મનહરભાઈ ફેફર તથા ગામના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
